વડોદરા ના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. એવામાં આ ઘટનાના પડઘા બીજે પણ પડી રહ્યા છે.
વડોદરામાં દુર્ઘટના બાદ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સુરસાગરમાં કાર્યરત બોટીંગ ક્લબ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરસાગર બોટીંગ ક્લબના સંચાલકો દ્વારા તેઓના સાધનોની ચકાસણી નો રીપોર્ટ બનાવી સુપરત કરવામાં આવશે નહીં ત્યાં સુધી સુરસાગર બોટીંગ ક્લબ ચાલુ રાખી શકાશે નહીં.
નોંધનીય છે કે, ગુરુવારના એટલે ૧૬ તારીખના સર્જાયેલ હરણી મોટનાથ તળાવમાં બાળકો અને શિક્ષિકાઓનો ભોગ લેનારી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ-2021-22માં સુરસાગરમાં PPP ધોરણે બોટીંગ ક્લબ શરૂ કરાઈ હતી. પરંતુ ગુરૂવારના હરણી મોટનાથ તળાવમાં બનેલી દુર્ઘટના બાદ હવે સુરસાગર બોટીંગ ક્લબ પણ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, 31 વર્ષ અગાઉ સુરસાગરમાં જન્માષ્ટીની રાત્રીના બોટ દુર્ઘટના ઘટી હતી અને આ દુર્ઘટનામાં 22 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટના બાદ કાનૂની જંગ ના લીધે કોર્પોરેશન દ્વારા પુનઃ બોટીંગ ક્લબ શરૂ કરાઈ નહોતી. આ દરમિયાન કોર્ટમાંથી નિરાકરણ આવ્યા બાદ પુનઃ 30 વર્ષ પછી બોટીંગ ક્લબ PPP ધોરણે શરૂ કરાઈ હતી. ડિસેમ્બર-2021 માં સ્થાયી સમિતિમાં બોટીંગ ક્લબ શરૂ કરવાની દરખાસ્ત ને મંજૂર કરાઈ હતી. જ્યારે જાન્યુઆરી 2022 માં આ દરખાસ્તને સમગ્ર સભામાં સર્વાનુમતે મંજૂર કરાઈ હતી. ત્યાર બાદ ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે બોટીંગ ક્લબ શરૂ કરાઈ હતી. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મેયર સહિતના રાજકીય નેતાઓએ બોટીંગ કરવામાં આવ્યું હતું. એવામાં હવે અચોક્કસ મુદત માટે સુરસાગરમાં ચાલતી બોટીંગ ક્લબ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.