Ahmedabad

અમદાવાદમાં 700 સુપર સ્પ્રેડર્સના કોરોનાના ટેસ્ટ પોઝીટીવ આવ્યા,તંત્રએ નાગરિકોને કરી ખાસ અપીલ..

રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે.કેસ ઓછા થવાનું નામ લેતા નથી.આ મહામારીના લીધે રાજ્યમાં કેટલાય લોકોએ પોતાની નોકરી રોજગાર ગુમાવ્યા છે.રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોરોનાની મહામારી સામે લડવા સરકાર પણ પોતાના તરફથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે.આના પગલે જ રાજ્ય સહિત તમામ દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે પરંતુ આ લોકડાઉનના કારણે સરકાર અને જનતાને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે પોલીસ અને આરોગ્ય ખાતું પણ છેલ્લા કેટલાય સમયથી ખડેપગે છે.રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં છે.તમને જણાવી દઈએ કે શહેરમાં આજથી ફરીથી શાકભાજી અને ફળ તેમજ કરીયાણાની દુકાનો શરૂ કરવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસને કાબૂમાં કરવા અમદાવાદમાં મુકવામાં આવેલા ખાસ અધિકારી એવા ડૉ. રાજીવ ગુપ્તાએ આજે જ વીડિયોથી સંદેશ મારફતે જણાવ્યું હતું કે આજથી અમદાવાદની સ્થિતિ સામાન્ય બની છે અને આગામી બે-ત્રણ દિવસો વધુ સામાન્ય થઈ જશે.

અહી ઉલ્લેખનીય છે કે આજથી ફળ, શાકભાજી અને કરીયાણાની દુકાનો ખુલી ગઈ છે. મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયામાં શહેરમાં તંત્ર દ્રારા 33500 જેટલા સુપર સ્પ્રેડરોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેમાં 12500 જેટલા સુપર સ્પ્રેડરનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. જેમાં 700 જેટલા સુપર સ્પ્રેડરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

તંત્રએ લોકોને એવી અપીલ પ્મ્ન કરી છે કે ફેરિયા કે દુકાનકારનું હેલ્થકાર્ડ ચેક કર્યાં બાદ જ તેના જોડેથી ખરીદી કરવી.વધુમાં તેમણે આગળ કહ્યું છે કે નાગરિકોને ખાસ વિનંતિ છે કે જેની પાસે હેલ્થ કાર્ડ હોય તે ચેક કરો. જેની પાસે હોય તે જ ફેરિયાઓ અને વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવે બાકી ગમે તે લોકો પાસેથી ખરીદી કરવી નહી. તમામ નાગરિકોએ અને વેપારીઓએ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.તેમણે વધુમાં એ પણ ઉમેર્યું હતું કે 14 દિવસ બાદ આ સુપર સ્પ્રેડરના ફરીથી સ્ક્રિનિંગ કરવામાં આવશે.