અમદાવાદમાં ભયાનક આગ, આસપાસના લોકોમાં મચી અફરાતફરી, ફાયર બિગ્રેડનો પહોંચ્યો મોટો સ્ટાફ
ઉત્તરાયણ ના બીજા દિવસે અમદાવાદ શહેરમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ આગ અમદાવાદના ચંડોળા તળાવ પાસે લાગી છે. જો કે ઉત્તરાયણના તહેવાર પર સૌથી વધુ અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં લોકો ધાબા પર પતંગ ચગાવતા નીચે પડી જવા રસ્તામાં જતા ગળામા દોરી આવી જતા કપાઈ જવાના અને ઉત્તરાયણના દિવસે લોકો રાત્રે ફટાકટા ફોડે છે અને સાથે સાથે તુક્કલમાં આગ લગાવીને ઉડાડે જેના કારણે આ તુક્કલ પડવાને કારણે આગના અનેક બનાવો સામે આવતા રહે છે.
જો કે આ વખતે તુક્કલ ઉડાડવા અને વેચવા પર પ્રતિબંધ લાગેલ છે જેના કારણે ગઈકાલે ઉતરાયણના દિવસે તુક્કલ ભાગ્યે જોવા મળી હતી પરંતુ મોડી રાત્રે આકાશમાં આતશબાજી જોવા મળી હતી. ત્યારે આજે વાસી ઉતરાયણના દિવસે અમદાવાદ શહેરમાં આગનો બનાવ સામે આવો છે. આ મામલે વહેલી સવારે 4.20 કલાકે ફાયર બિગ્રેડને માહિતી મળી હતી.
આજે વહેલી સવારે શહેરના ચંડોળા તળાવની પાસે આવેલ એસ આર વેસ્ટેજ નામના પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે આ આગ એટલી ભયાનક લાગી હતી કે, ફાયર બિગ્રેડનો 35 જેટલા સ્ટાફનો કાફલો ઘટના સ્થળે બોલાવવો પડ્યો હતો, જેમાં 1 મીની ફાઇટર, 2 ટેન્કર, 9 ગજરાજ, 1 ડિવિઝનલ ઓફિસર, 2 સ્ટેશન ફાયર ઓફિસર પહોંચી આવ્યા હતા અને આ આગ ને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.
જો કે આગ વિકરાળ બનતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બિગ્રેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી. જો કે આ આગને કારણે ભંગારના ગોડાઉનમાંપડેલ માલને ઘણું નુકસાન થયું હતું જેમાં ભંગારના ગોડાઉનમાં પડેલ પ્લાસ્ટિકની સ્ક્રેપ બોટલ, સ્ક્રેપ ચપ્પલ, સ્ક્રેપ ઇલેક્ટ્રિકનો સમાન, સિરિઝો, વાયર, પ્લાસ્ટિકના તૂટેલા ડ્રમ, રમકડાં, ડોલો, ટપ, ફર્નિચર બધું બળીને ખાખ થઇ ગયું છે.