અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે આચર્યું દુષ્કર્મ અને પછી.. અમદાવાદની જાણીતી અસર્ફી કુલ્ફીના માલિકના પુત્રની ધરપકડ
દેશમાં મહિલાઓના અશ્લીલ ફોટા પાડીને તેમને બ્લેકમેલ કરવાની અને ત્યારબાદ દુષ્કર્મ આચરવાની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના પોષ વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના પ્રખ્યાત અશર્ફી કુલ્ફીના માલિકના પુત્ર આકાશ અશર્ફી વિરુદ્ધ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ કરેલ પોલીસ ફરિયાદમાં આકાશ અશર્ફી પર આક્ષેપ કર્યો છે કે, આકાશ તેણીના અશ્લીલ ફોટા પાડીને બ્લેકમેલ કરતો અને દુષ્કર્મ આચરતો હતો. તેમજ આકાશ તેણીના અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. જેને લઈને યુવતીએ અમદાવાદના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આકાશ અશર્ફી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ફરિયાદના પગલે પોલીસે આકાશની ધરપકડ કરી લીધી છે. તેમજ તેના મોબાઈલને FSLમાં મોકલવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતી અને આકાશ અશર્ફી બંને પહેલેથી જ એક બીજાને ઓળખે છે. 2018ની સાલમાં યુવતી તેની એક મિત્ર દ્વારા આકાશના સંપર્કમાં આવી હતી. અને ત્યારબાદથી જ આકાશ અને આ યુવતી વચ્ચે મિત્રતા થઇ હતી. અને બાદમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે, આકાશના લગ્ન થયેલ હોવાના કારણે યુવતીએ સંબંધમાં આગળ વધવાની ના પડી હતી. ત્યારે આકાશે યુવતીને તેણીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.