AhmedabadGujaratMadhya GujaratNews

અમદાવાદ: વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલ હાઇરાઈઝ બિલ્ડીંગના બેઝમેન્ટ પાર્કિંગની દીવાલ ધરાશાઈ થતા ગાડીઓ પડી ખાડામાં, જાણો શું હતું તેના પાછળનું કારણ….

અમદાવાદથી દીવાલ ધરાશાઈ થયાની એક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના વૈષ્ણવ દેવી સર્કલની આજુબાજુ અનેક મોટી હાઈરાઈસ બિલ્ડિંગો બનાવવામાં આવેલ છે જેમાં જાસ્મીન ગ્રીન 1 માં દીવાલ ઘસી પડવાની જાણકારી સામે આવી છે. આ ઘટના ગંભીર હતી પરંતુ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં બાજુની સોસાયટીમાં પાર્ક કરેલી બેથી ત્રણ કાર ખાડામાં ખાબકી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલ જાસમીન ગ્રીન 1 પાસે નવી બની રહેલી બિલ્ડીંગના ખોદકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. જેના કારણે બાજુના હાઇરાઈઝ બિલ્ડીંગની દીવાલ ધરાશાઈ થઈ જતા પાર્ક કરવામાં આવેલ ગાડીઓ ખોદકામ કરાયેલા ખાડામાં બે થી ત્રણ ગાડીઓ ખાબકી ગઈ હતી. જ્યારે બિલ્ડીંગના ખોદકામમાં બે માળ ઉંડા ખાડામાં ગાડીઓ પડતા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, નવી બિલ્ડીંગના બાંધકામ માટે બેઝમેન્ટ પાર્કિંગ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. પરંતુ તે દરમિયાન બાજુની બિલ્ડીંગની દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. તેના કારણે બે થી ત્રણ કાર આ ખાડામાં ટપાટપ પડી ગઈ હતી. તેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.