અમદાવાદમાં ભેખડ ધસી પડતા બે લોકોના મોત, બચાવ કામગીરી હજુ પણ ચાલુ…
અમદાવાદમાં ભેખડ ધસી પડવાની મોટી દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના નારણપુરામાં આજે એક મોટી દુર્ઘટના બની છે. નારણપુરામાં ભેખડ ધસી પડવાના કારણે 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો બચાવ કામગીરી માં જોડાઈ ગયા છે.
અમદાવાદના નારણપુરા અમી કુંજ ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડી હોવાની જાણકારી સામે આવી છે. જેમાં હજુ પણ બેથી વધુ લોકો દટાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બેના ભેખડ ધસી પડતા તેમનું કરૂણ મોત નીપજ્યું છે.જ્યારે ઘટના જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તેની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ ઈજાગ્રસ્ત મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે એક મજૂરને બહાર કાઢી દેવાયો છે.
તેની સાથે આ ઘટનામાં 45 વર્ષીય પ્રેમાભાઈ અને અન્ય એક 25 વર્ષીય યુવકનું કરુણ મોત થયું હોવાની જાણકારી સામે આવી છે. છે. વિભાગની ટીમના એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગરબાડા અને દાહોદના શ્રમિક પરિવાર દ્વારા અહીં કામ કરવામાં આવી રહ્યું હતું.