AhmedabadCrimeGujaratMadhya Gujarat

૧૪ વર્ષની અંતે ગુજરાતીઓને મળ્યો ન્યાય, અમદાવાદ બોમ્બ બ્લાસ્ટને લઈને આવ્યો ઐતિહાસિક ચુકાદો, એક સાથે આટલા આરોપીઓને ફાંસીની સજા

અમદાવાદમાં 2008 થયેલ સીરીયલ બ્લાસ્ટને લઈને ૧૪ વર્ષે અંતે કોર્ટ દ્વારા મોટો ચુકાદો કરવામાં આવ્યો છે. આ કેસમાં 49 અપરાધીઓમાંથી ૩૮ અપરાધીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે 11 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેની સાથે આ દેશનો સૌથી ઐતિહાસિક ચુકાદો છે. આ અગાઉ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26 ને લોકોને ફાંસી સજા ફટકારવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ અત્યારે આ આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ રહેલા છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવાનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

જ્યારે આ બાબતમાં બચાવપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓને સુધારાનો અવકાશ આપવો જોઈએ. કોર્ટે સજા કરતા પહેલાં આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાનમાં લેવી જરૂરી છે. જેલ ડિસિપ્લિન એ મહત્તમ સજા માટેનું પાસું હોઈ શકે નહીં, પરંતુ લઘુતમ સજા માટે કોર્ટે ધ્યાનમાં લેવી જરૂરી છે. પરંતુ સરકાર દ્વારા આ બધી બાબતોનો દરકિનાર કરતા આરોપીઓને સજા ફટકારી દીધી છે.

અમદાવાદમાં 2008 માં થયેલા બ્લાસ્ટમાં 70 મિનિટમાં એક બાદ એક 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ થયા હતા જ્યારે 200 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ બ્લાસ્ટ શહેરની સિવિલ હોસ્પિટલ, મણિનગર, બાપુનગર સહિત 21 જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો.

આ કેસની વાત કરીએ તો જેમાં કુલ 78 માંથી 49 આરોપીઓને UAPA હેઠળ દોષિત જાહેર કરાયા હતા. જેમાં 49 માંથી 1 દોષિત અયાઝ સૈયદને તપાસમાં મદદ કરી હોવાના કારણે તેને સજાથી મુક્તિ આપવામાં આવેલ છે. જ્યારે બાકીના 29 આરોપીઓને કોર્ટે શંકાના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે