AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં બસે અકસ્માત સર્જ્યો હતો ત્યાં જ BRTS રૂટમાં BMW વાળો ઘુસ્યો, પછી પોલીસે કર્યું આવું

BRTS બસ અને સીટી બસ અવારનવાર અકસ્માત સર્જે છે ત્યારે અનેક લોકો BRTS રૂટમાં વાહન ઘુસાડીને બેફામ સ્પીડે ચલાવતા હોય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ રૂટ પર ચાલતા વાહનોને 1000 થી 3000 રૂપિયાનો દંડ કરવામાં આવતા કેટલાક સમયથી લોકો બસના રૂટ પર વાહન ચલાવતા નથી.

ગુરુવારે પાંજરાપોળ ચાર રસ્તા પાસે BRTS બસ અને બાઈકના અકસ્માતમાં 2 યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા એ લોકો હજુ ભૂલ્યા નથી ત્યાં જ શુક્રવારે એક ભાઈ BMW કાર લઈને BRTS રૂટમાં આવી ગયા.પોલીસ કારચાલકને રોકીને દંડ ફટકારી દીધો હતો.BRTS રૂટમાં ઘૂસેલી કાર GJ-01-KM-7090ના ચાલકને 3 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

BRTS બસ માટે અલગ જ કોરિડોર બનાવવામાં આવ્યો છે.જેમાં સામાન્ય વાહનોને ચાલવાની પરમિશન નથી પણ AMTS બસ, ગુજરાત ST બસ અને પોલીસ ,એમ્બ્યુલન્સને પરમિશન છે. જો અન્ય વાહનચાલક તેમાં પ્રવેશે તો તેમને દંડ કરવામાં આવે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે