Ahmedabad

15 મે સુધી અમદાવાદમાં દવા-દૂધ સિવાય કઈ નહિ મળે, કોરોના ને કાબુમાં લેવા સરકાર હવે એક્શનમાં..

આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં કોરોના વાયરસની સૌથી વધારે ખરાબ અસર અમદાવાદમાં થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોના ના કેસ અને તેનાથી થતો મૃત્યુઆંક દિવસે ને દિવસે સતત વધી જ રહ્યો છે. જેને જોતા એક અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે 12 વાગ્યાથી અમદાવાદ સંપૂર્ણપણે બંધ રહેશે. ફક્ત દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. આ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.તમને એ પણ જણાવી દઈએ કે શાકભાજી અને ફળો પણ લોકોને મળશે નહી. વિજય નેહરા ક્વોરેન્ટીન હોવાથી તેમના સ્થાને નવા મ્યુનિસિપલ કમીશનર બનેલા મુકેશ કુમારે એક બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે.

અહી ઉલ્લેખનીય છે કે 15 મેથી અમદાવાદમાં કડકપણે પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફક્ત દવા અને દૂધની જ દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય તમામ પ્રકારની દુકાનો એકદમ બંધ રહેશે. કરિયાણા તથા શાકભાજી અને ફળની દુકાનો પણ બંધ રહેશે.

આરોગ્ય વિભાગથી મળતા આંકડા અનુસાર નોંધનીય છે કે અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના કારણે 273 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કુલ કેસની સંખ્યા 4425 પર પહોંચી ગઈ છે.

તમને એ પણ જણાવી દઈએ કે શહેરમાં 4મેની સાંજથી લઈ 5મેની સાંજ સુધીમાં કોરોનાના 349 નવા કેસ નોંધાઈ ચુક્યા છે અને 39  જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ બીજી બાજુ 84 દર્દી સાજા પણ થયા છે. આમ અત્યાર સુધી કુલ 4,425 પોઝિટિવ કેસ નોંધાયા છે અને ટોટલ મૃત્યુઆંક 273 થયો છે. જ્યારે 704 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યાં છે. શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા માટે નવી રણનીતિ ના ભાગ રૂપે એક અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે વિજય નેહરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી હાલ રહેલા મુકેશ કુમાર સંભાળી રહ્યા છે અને તેમણે આ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આજ રાતથી 15 મે સુધી ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ સંપૂર્ણપણે બંધ રહેશે.અને આ આદેશ નો ભંગ કરનારને કલમ 188 અને 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે સખત કાર્યવાહી કરવામાં આવશે.