);});
AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં કોરોનાના કેસનો થયો બ્લાસ્ટ, નોંધાયા રેકોર્ડ કેસ

અમદાવાદમાં તહેવારોની મોજ બાદ કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. અમદાવાદમાં સતત થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે ભય ફેલાવનાર કોરોનાના કેસ સામે આવ્યા છે. કેમ કે અમદાવાદમાં ૨૪ ક્લ્કામાં નવ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેના લીધે અમદાવાદની મનપા ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં 9837 અને જિલ્લામાં 120 મળીને 9957 કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. તેની સાથે સારા સમાચાર પણ છે કેમ કે આજે કોરોનાની સારવાર દરમિયાન 3712 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૭ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.તેની સાથે અમદાવાદમાં શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3,4૦,688 કેસ સામે આવ્યા છે.

જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 2,62,977 પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક વધીને 3,434 પહોંચી ગયો છે.જ્યારે અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ૧૪ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવાની સાથે આજે ૪૧ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. જેના લીધે અમદાવાદમાં હાલ ૧૩૧ માઈક્રો કન્ટેનમેન્ટ રહેલા છે. તે પણ એક ચિંતા વધારનાર બાબત છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 24,485 કેસ સામે આવ્યા છે. તેની સાથે આજે ૧૦,૩૧૦ કોરોનાની સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે ૧૩ દર્દીના સારવાર દરમિયાન મુત્યુ થતા અત્યાર સુધીનો મૃત્યુનો આંકડો 10,199 પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1 અને ગાંધીનગરમાં એક, ખેડામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.