AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત , 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ

ગુજરાતમાં સતત કોરોનાની કહેર વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે પણ ૨૦ હજારથી વધુ વધુ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં આજે 23,150 કેસ સામે આવ્યા છે તેની સાથે 10,103 દર્દી સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જયારે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી આવી રહ્યા છે. અમદાવાદમાં આજે પણ આઠ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સતત કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ટેસ્ટીંગ બુથ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, અમદાવાદમાં કોરોના ત્રીજી વેવ ભયંકર જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા અમદાવાદ મનપાની સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8194 અને જિલ્લામાં 138 મળીને 8332 કેસ સામે આવ્યા છે. તેની સાથે શહેરમાં 2635 અને જિલ્લામાં 73 દર્દી સારવાર દરમિયાન સાજા પણ થયા છે.

આ સિવાય અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં 5 અને જિલ્લામાં 1 દર્દીની મોત થયું છે. તેની સાથે અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલ કોરોનાના કેસનો આંકડો 3,21,824 પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી સાજા થવાનો આંકડો 2,68,873 પહોંચ્યો છે. આજે ૬ લોકોના મુત્યુ સાથે મૃત્યુઆંકનો આંકડો 3,448 પહોંચ્યો છે. આ સિવાય અમદાવાદમાં કોરોનાના એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે 43 હજારથી વધુ એક એક્ટીવ કેસ રહેલા છે.

જ્યારે શહેરમાં 165 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન રહેલા છે.નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23,150 નવા કેસ સામે આવ્યા છે. તેમ છતાં તેની સાથે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 10,103 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 લોકોના મોત નીપજ્યા છે.