);});
AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં કોરોનાના કેસને લઈને આવ્યા સારા સમાચાર, 24 કલાકમાં આટલા નોંધાયા કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થતા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,805 નવા કેસ સામે આવ્યા છે. જે રાહત પહોંચાડનાર સમાચાર છે. તેની સાથે આજે અમદાવાદથી પણ કોરોનાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં જાણે કોરોનાની ત્રીજી લહેર શાંત પડતા છેલ્લા 24 કલાકમાં પાંચ હજારથી અંદર કોરોનાના કેસ આવી ગયા છે.

અમદાવાદમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4361 અને જિલ્લામાં 80 મળીને 4441 કેસ સામે આવ્યા છે. આ અગાઉ સતત ૮ હજારથી ઉપર કેસ આવી રહ્યા હતા તે એકદમથી ઓછા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. તેની સાથે સારી વાત એ પણ રહી છે કે, શહેરમાં 4340 અને જિલ્લામાં 140 દર્દી સારવાર દરમિયાન સાજા પણ થયા છે.

તેની સાથે અમદાવાદમાં શહેર અને જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલ કોરોનાના કેસનો આંકડો 3,32,537 પહોંચ્યો છે. જ્યારે સાજા થવાના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી 2,76,667 દર્દી સારવાર દરમિયાન સાજા થયો છે. આ સિવાય મૃત્યુઆંકનો આંકડો 3,460 પહોંચ્યો છે.અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે 11 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે તેની સાથે 16 ઝોનનો આજે ઉમેરો પણ થયો છે.

તેના લીધે માઈક્રો કન્ટેનમેન્ટનો આંકડો 181 પહોંચ્યો છે.નોંધનીય છે કે, રાજ્યમાં આજે 13,805 કેસ સામે આવ્યા છે. તેની સાથે છેલ્લા 24 કલાકમાં 13,469 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે આજે ૨૫ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં છ, વડોદરા-સુરત અને જામનગર કોર્પોરેશનમાં ત્રણ-ત્રણ, રાજકોટ કોર્પોરેશન, વડોદરા જિલ્લા, ભાવનગર કોર્પોરેશન, કચ્છ, સુરત જિલ્લા, મહેસાણા, વલસાડ, પંચમહાલ અને ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 10,274 પહોંચી ગયો છે.