અમદાવાદમાં બે દિવસના ઘટાડા બાદ ફરી કેસમાં જોવા મળ્યો ઉછાળો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ….
ગુજરાતમાં બે દિવસ કોરોનાના કેસમાં ઘટાડા બાદ આજે ફરી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 16,608 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં આજે ફરી ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં શહેરમાં છલ્લા 24 કલાકમાં 5303 અને જિલ્લામાં 83 મળીને કુલ 5386 કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 10 દર્દીઓના મોત નીપજ્યા છે.
અમદાવાદમાં કોરોનાના કહેર વધવાની સાથે એક સારી બાબત પણ સામે આવી છે. અમદાવાદમાં કોરોનાના કેસની સાથે કોરોનાનાથી સાજા થવાનો આંકડો સારો રહ્યો છે. અમદાવાદ શહેરમાં 5978 અને જિલ્લામાં 124 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, કોરોના કહેરની વચ્ચે કોરોનાને લોકો માત પણ આપી રહ્યા છે.
તેની સાથે શહેર અને જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કેસનો આંકડો 3,37,923 પહોંચ્યો છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી સાજા થવાનો આંકડો 2,82,769 પહોંચ્યો છે. આ સિવાય આજે 10 લોકોના મોતના સાથે મૃત્યુઆંકનો આંકડો 3,470 પહોંચ્યો છે. અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે 19 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે તેની સાથે 15 ઝોનનો આજે ઉમેરો પણ થયો છે.
તેના લીધે માઈક્રો કન્ટેનમેન્ટનો આંકડો 192 પહોંચ્યો છે.નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,608 નવા કેસ સામે આવ્યા છે. તેમ છતાં રાહત પણ સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 17,467 સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે આજે 28 લોકોના મોત નીપજ્યા છે.