અમદાવાદમાં કોરોના મામલે મોટા સમાચાર, નોંધાયા આટલા કેસ
ગુજરાતમાં કોરોનાના સતત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12911 કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદમાં કોરોનાના કેસમાં તોતિંગ ઘટાડો થયો છે. અમદાવાદમાં આજે પાંચ હજારથી ઓછા કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં 4405 અને જિલ્લામાં 96 મળીને 4501 કેસ સામે આવ્યા છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં આજે 7 દર્દીના મોત થયા છે. જ્યારે એક સારી વાત પણ સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લા બંનેમાં મળીને કોરોનાની સારવાર દરમિયાન 9050 દર્દીઓ સાજા થયા છે.
અમદાવાદમાં તેની સાથે શહેર અને જિલ્લામાં 4501 કેસ નોંધાતા કોરોનાના કેસનો આંકડો 3,48,749 પહોંચ્યો છે. તેની સાથે કોરોનાથી અત્યાર સુધી સાજા થવાનો આંકડો ૩,૦૦,૨૩૧ પહોંચ્યો છે. જ્યારે 7 દર્દીના મોત બાદ મૃત્યુઆંકનો આંકડો 3,486 પહોંચ્યો છે.અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો વધારો પણ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આજે એક 46 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે.
જ્યારે ૧૫ ઝોનનો આજે ઉમેરો થયો છે. તેના લીધે માઈક્રો કન્ટેનમેન્ટનો આંકડો ઓછો થયો છે અને તે 140 પહોંચી ગયો છે. આજે 31 માઈક્રો કન્ટેનમેન્ટમાં ઘટાડો થયો છે. ગઈ કાલે 171 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન રહેલા હતા.નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12911 નવા કેસ સામે છે. તેની સાથે જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 23197 દર્દી સાજા થયા છે. જ્યારે 22 લોકોના મોત સાથે કોરોનાથી મુત્યુ થવાનો આંકડો 10345 પહોંચ્યો છે. આ સિવાય કોરોનાથી સાજા થવાનો આંકડો 9,92,431 પહોંચ્યો છે.