કોરોનાના કહેર જોતા અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગ ઉત્સવને કરવામાં આવ્યો રદ
રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. જેના લીધે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણોસર સરકાર દ્વારા સખ્ત પગલાં પણ ભરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા આજે તે બાબતમાં સૌથી પહેલા વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર યોજાવનાર ફ્લાવર શો અને પતંગોત્સવને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે વાઇબ્રન્ટ સમિટ રદ થયાની જાહેરાત બાદ ફ્લાવર શોના રદ થવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ફ્લાવર શોની વાત કરીએ તો તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાવવાનો હતો. તેને હવે રદ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય અમદાવાદમાં યોજાનાર ઈન્ટરનેશલ કાઈટ ફેસ્ટિવલ પણ રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજયમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના અને એમિક્રોનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના અને એમિક્રોનનું સંક્રમણ વધુ ના ફેલાય તે મારા સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા આ બધી બાબતોને ધ્યાનમાં લેતા રાજ્યમાં યોજાવનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.