ડ્રગ્સનું વ્યસન એવું છે કે એકવાર તેનો ઉપયોગ કરવામાં આવે તો પછી તેને કોઈપણ કિંમતે ડ્રગ્સની જરૂર પડે છે અને તેથી જ તેની માગ સતત વધી રહી છે. વિકાસશીલ દેશોની તુલનાએ વિકસિત દેશોમાં ડ્રગનો ઉપયોગ વધુ છે. કોકેન જેવા ડ્રગ્સનો ઉપયોગ દુનિયાના ઘણા શ્રીમંત વર્ગના લોકો કઈ રહ્યા છે. ત્યારે આ ડ્રગ્સની લતમાં મજુર, અને બેરોજગારો પણ ઘણા તેની ચપેટમાં આવી રહ્યા છે. રાજ્યમાં યુવાધનને બદબાદ કરી દેતા નશીલા માદક પદાર્થો ઝડપાવાનો સિલસિલો ઘણા સમયથી યથાવત જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં ગુનાખોરોના ધંધાતો વધી રહ્યા છે પરંતુ હવે આ ગુનાખોરીના ધંધા સાથે કોરોના બાદ ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએથી કોરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મસમોટા ડ્રગ્સ જથ્થા પકડાઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં ફરી ડ્રગ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવતા અમદાવાદમાંથી અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ ગાંજા અંગેની બાતમી અગાઉથી જ મળી ગઈ હતી. જેમાં ત્રણ જેટલા આરોપીઓ ઓરિસ્સાથી ટ્રકમાં આ જથ્થો અમદાવાદ લઈને આવી રહ્યા હતા અને અમદાવાદની વટવા GIDCમા ડિલિવરી કરવાના હતા. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ માફિયાઓના મનસુબા પર પાણી ફેળવી દીધું હતું. જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ટ્રકમાં ગાંજો અને ડ્રગ્સ લઈને આવી રહેલ ઓરિસ્સાના ત્રણ શખસની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે આ ગાંજો અને ડ્રગ્સ અન્ય કોઈ રાજ્યમાં કરવામાં આવ્યો છે કે નહિ અને આ ગાંજો-ડ્રગ્સ કોને આપવાના હતા આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.