અમદાવાદ: કાકાએ પોતાની જ ભત્રીજી સાથે કર્યું એવું કામ કે… બધી જ હદ વટાવી દીધી
ભારત દેશ એ સંસ્કૃતિને વરેલો દેશ છે. અને અહીં દરેક સંબંધની એક મર્યાદા હોય છે. પરંતુ અમુક લોકો પર જ્યારે વાસના હાવી થઈ જાય ત્યારે તેઓ સંબંધોની મર્યાદા ભૂલીને તમામ હદ વટાવી દેતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદમા કાકા-ભત્રીજાના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા એક કાકાએ પોતાની જ ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
પોતાના કાકાએ દુષ્કર્મ આચરતા સગીરાએ આ બનાવ અંગે તેના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારે સગીરાના માતા-પિતાને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે રખિયાલ પોલીસે આ નરાધમ કાકાની ધરપકડ કરી લીધી છે.મળતી માહિતી અનુસાર, આ હવસખોર કાકો અવારનવાર તેની ભત્રીજીને શારીરિક અડપલાં કરીને હેરાન કરતો હતો. ત્યારે ગત 18 જાન્યુઆરીના રોજ આ હવસખોર કાકા પર વાસના એવી હાવી થઈ કે તેણે કાકા-ભત્રીજીના સંબંધની તમામ હદો વટાવી દીધી હતી.
પોતાની જ ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે હાલ રખિયાલ પોલીસે હવસખોર કાકા સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.પોતાની જ કૌટુંબિક ભત્રીજી સાથે દુષ્કર્મ આચરનાર આ નરાધમ કાકાની હાલ રખિયાલ પોલીસે ધરપકડ કરી લીધી છે. રખિયાલ પોલિસ હાલ મેડિકલ પુરાવા એકત્ર કરવાની કરીવાહી કરી રહી છે. રખિયાલ પોલીસે નરાધમ કાકાની વિરુદ્ધ આઈપીસીની કલમ 354(ડી),376,તથા પોકસો એકટ 2012ની કલમ 3(એ)4,7,8,9(એન),10,11(4),12 હેઠળ ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.