Ahmedabad

અમદાવાદમાં બાપે સાત વર્ષની સગી દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, ઘટના જાણીને રૂવાડા ઊભા થઈ જશે..

રાજ્યમાં કોરોનાના પગલે લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે.રાજ્યમાં કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવામાં એક માનવતાને પણ શરમાવી દે એવી ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે આ રૂવાડા ઊભા કરતી ઘટના અમદાવાદમા સામે આવી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેહવાડી માં 7 વર્ષની માસૂમ પુત્રી સાથે સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની હદયદ્રાવિ ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં સરખેજ પોલીસે ગુનો નોંધી ગુનેગાર પિતાની ધરપકડ કરી છે.

અહી ઉલ્લેખનીય છે કે જ્યારે બાળકીની માતા કોઈ કારણોસર બહાર ગઈ હતી ત્યારે પિતાએ આ એકલતાનો લાભ લઇને માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું.

અહી ઉલ્લેખનીય છે કે ફતેહવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં 7 વર્ષની માસૂમ પુત્રી છે. આ પુત્રીની માતા તેમના ધર્મના જ ભાઈના ઘરે રિપેરિંગનું કામ-કાજ ચાલતું હોવાથી ત્યાં ગઈ હતી. તમને જણાવી દઈએ કે સાંજે જ્યારે ઘરે પરત ફરી ત્યારે તેનો પતિ 7 વર્ષની બાળકી પર ઊંધો સૂતો હતો અને તેના કપડાં પણ ઉતરેલા હતા.

માતાએ બાળકીને આ અંગે વિગતે પૂછતાં તેના પિતાએ તેની સાથે સૃર્ષ્ટિ વિરુધ્ધનું ખરાબ કામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ માતાએ આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા સરખેજ પોલીસ ઘટનાસ્થળે આવી પહોચી હતી. બાળકીને મેડિકલ તપસ માટે મોકલી આરોપીની ધરપકડ કરી હતી.