GujaratAhmedabad

ઓ..હો…અમદાવાદ બની ગયું ગોવા, હવે અમદાવાદવાસીઓ પડી જશે મજા જાણો કેમ?

અમદાવાદવાસીઓ માટે સારા સામે આવ્યા છે. અમદાવાદની સાબરમતી નદીમાં હવે લોકો ગોવાની જેમ મજા માણી શકશે. કેમકે આજના સમાચાર કંઇક એવા જ છે. જેને સાંભળીને અમદાવાદવાસીઓની ખુશીમાં વધારો થઈ જશે. અમદાવાદની સાબરમતી નદી પર એક વિશાળકાય ક્રુઝને ઉતારવામાં આવ્યું છે.

તેની સાથે વિશાળકાય ક્રુઝની વાત કરીએ તો તેમાં ખાસ વિશેષતાઓ રહેલી છે. આ વિશાળ ક્રૂઝમાં ભોજનની સાથે મ્યૂઝિકની મજા પણ તમે માણી શકશો. હવે ગોવાની જગ્યાએ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ લોકો માણી શકશે. જ્યારે હવે સરદાર બ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકેને ઓળખ મળશે. આ વિશાળકાળ ક્રૂઝમાં 150 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમ છતાં ક્રુઝની વિવિધા સેવા માટે તમારે અલગ-અલગ ચાર્જ ચુકવવો પડશે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ક્રુઝમાં મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા કરવામાં આવશે. આ ક્રુઝ પર સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકેને સેવા મળી રહેશે. નોંધનીય છે કે, વલસાડના ઉમરગામથી અમદાવાદના રિવરફ્રન્ટ પર આ ક્રુઝ લાવવામાં આવ્યું હતું. વાસણા બેરેજ નજીક ક્રુઝનું એસેમ્બલિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાબરમતીમાં ક્રુઝ ઉતાર્યા બાદ હવે તેમાં બાકી રહેલા કામોને પૂર્ણ કરવામાં આવશે. આ ક્રૂઝને ક્રેઇનની મદદથી રિવરફ્રન્ટમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવી હતો. પરંતુ સફળતા પ્રાપ્ત થઈ નહોતી.

અંતે આજે સવારના ફરી એક વખત વિશાળ ક્રેઇન દ્વારા ક્રૂઝને સાબરમતી રિવરફ્રન્ટમાં ઉતારવામાં સફળતા મળી ગઈ છે. એસેમ્બલિંગ પૂર્ણ થયા બાદ હવે ક્રૂઝને સાબરમતી નદીમાં ઉતારી દેવામાં આવ્યું છે. જ્યારે હવે બાકી રહેલું ઈન્ટિરિયરનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ ક્રૂઝમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સાથે-સાથે મ્યુઝિકલ ફ્લોટિંગની પણ લોકો મજા માણી શકશે.