દરેક પરિવારમાં નાની-મોટી લડાઈ થતી જ હોય છે,આપણા પાડોશમાં નાના-મોટા ઝઘડા થાય જ છે પરંતુ શું આ ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે ? ઘણીવાર આમને-સામને મારામારીના કિસ્સા પણ સામે આવે છે,આવો જ કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે,ચાલો વધુ વિગતે જાણીએ.
પ્રાપ્ત માહિતી અનુસાર,ભાવેશ નાયક નામના યુવકે શુક્રવારના રોજ તેના પાડોશી ભાવેશ ઠક્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પાડોશમાં ઝઘડો થયો છે તેની જાણ થતા જગદીશભાઈ નાયક જેઓ ભાવેશ નાયકના પિતા છે.પિતા જગદીશભાઇએ આ ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ સામેવાળા વ્યક્તિને જગદીશભાઈ ઝઘડો શાંત કરાવવા આવ્યા તે ગમ્યું નહીં,તેઓ જગદીશભાઈને અપશબ્દો બોલવા લાગ્યા,અને માર માર્યો હતો.જેથી જગદીશભાઈને માથામાં ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.અને અન્ય પાડોશીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.