AhmedabadGujarat

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે બન્યો ફરી કાળમુખો, ટ્રકની અડફેટે એક્ટીવા આવતા બેના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત બાવળા-બગોદરા હાઈવેથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.  જેમાં 10 વ્યક્તિ નાં મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 10 વ્યક્તિને ઈજા પહોંચી છે. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી છે.

જાણકારી અનુસાર, અકસ્માતમાં 10 લોકોનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પો માં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયેલ હતા..ત્યાંથી તે ઘરે પરત આવી રહ્યા હતા. એવામાં બાવળા-બગોદરા ની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઉભેલી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી ગયો હતો તેના લીધે  ઘટનાસ્થળ પર 10 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ તમામ મૃતકોના પીએમ કરવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. જ્યારે આ મામલામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.