તમારી મજા ન બની જાય સજા: ઉતરાયણમાં ટુવ્હીલર લઈને ફરતા લોકો માટે આવ્યો ચેતવણી જનક કિસ્સો
ઉતરાયણના તહેવારમાં લોકોને પતંગ ચગાવવાની ઘણી મજા આવે છે, જે નાનાથી લઈને મોટા વડીલો બધા જ આ ઉતરાયણની મજા ખૂબ જ આનંદથી માનતા હોય છે અને આ દિવસે લોકો આખો દિવસ ધાબા પર રહીને પતંગ ચગાવતા હોય છે જયારે ઘણા લોકો એવા પણ હોય છે જે તહેવારના દિવસે ખાવાના અને બહાર ફરવાના શોખીન હોય છે, ત્યારે તેઓ આ તહેવાર દરમિયાન બહાર તેમનું બાઈક લઈને જાય છે.
જો કે મોટા ભાગના લોકો તેમના સગા સંબધીઓના ઘરે જઈને એકસાથે આ તહેવારની મજા માનતા હોય છે. જેના કારણે તેમને બહાર રસ્તાઓ પર નીકળવું પડે છે, ત્યારે આ દરમિયાન રસ્તાઓમાં પતંગની દોરી તેમના ગળામાં આવી જતા તેમનું મોત થાય છે જેના કારણે તેમના સમગ્ર પરિવારમાં શોકન લાગણી છવાઈ જાય છે, ત્યારે આ વખતે પણ આજે આવો બનાવ બન્યો છે.
અમદાવાદના નરોડામાં રહેતો 21 વર્ષનો યુવક ટુવ્હીલર લઈને બહાર ગયો હતો અને આ દરમિયાન રસ્તામાં તેના ગળાના ભાગે દોરી આવી જતા તેનું ગળું કપાઈ ગયું હતું. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને ગળું કપાઈ જતા તેનું લોહી પણ ઘણું વહી ગયું હતું. ત્યારે આ ઘટના દરમિયાન ત્યાં ના આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક ત્યાંની સનરાઇઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે આ સનરાઇઝ હોસ્પિટલમાં ડૉકટરોએ ઇમરજન્સી સારવાર કરીને આ પ્રિયાંક નામના યુવકનું ઓપરેશન કર્યું હતું.
જો કે આ યુવકની પ્રાથમિક સારવાર બાદ હાલમાં તેનું સ્વાસ્થ્ય સારું છે. જો કે યુવકના જણાવ્યા અનુસાર તે તેના ફ્રેન્ડના ઘરે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના ગળામાં અચાનક દોરી ભરાઈ જતા ટેણીયુ ગળું કપાઈ ગયું હતું. અને તેને બાઈક ઉભું રાખી દીધું હતું. આ યુવકને કુલ 17 ટાંકા આવ્યા છે. જેમાં ગળાના અંદરના ભાગે 7 અને ગળાના બહારના ભાગે 10 ટાંકા આવ્યા છે. ત્યારે જો તમે પણ ઉતરાયણમાં બહાર બહાર ટુવ્હીલર લઈને કોઈ મિત્રના ઘરે અથવા કોઈ પણ કારણોસર બહાર જાવ છો તો તમારે બાઈક ધીમે અને ગળાના ભાગે કોઈ પણ સેફટી વસ્તુ પહેરવી જોઈએ જેથી તમે સુરક્ષિત રહી શકો.