Ahmedabad

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ સિવિલની નર્સે 10મા માળેથી છલાંગ લગાવી કરી આત્મહત્યા..

અત્યારે રાજી સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારી નો સામનો કરી રહ્યું ચ્હે પોલીસ અને આરોઈગી ખાતું પણ આ મહામારી સામે લડવા છેલ્લા કેટલાય સમયથી ખડેપગે છે. આવામાં અમદાવાદમા એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ ઘટનામાં વાત એવી છે કે શહેરની સિવિલ હોસ્પિટલની એક નર્સે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.અહી ઉલ્લેખનીય છે કે આ 30 વર્ષીય શેફાલી મેકવાન એ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે પોતાની ફરજ બજાવતી હતી. જેણે સોમવારે ન્યુ મણિનગરના રિવેરા કર્ણાવતી ફ્લેટના છેક 10મા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

મળતી માહિતી અનુસાર તેણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી સુધી પણ જાણી શકાયું નથી. અહી ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં પોલીસે હવે આ ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે. શેફાલીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.

તો બીજી બાજુ ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવવાનું કોઈ નામ લઈ રહ્યો નથી અને તેમાં પણ અમદાવાદની સ્થિતિઅત્યારે વધારે ગંભીર છે કેમ કે અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા હવે 10,000ને પણ પાર કરી ગઈ છે. તેવામાં જ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સે આત્મહત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાની જાણ રામોલ પોલીસ સ્ટેશને કરી હતી. ત્યાર બાદ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો આ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. પરંતુ યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી સુધીપ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થઈ શક્યું નથી.