AhmedabadCrimeGujaratMadhya Gujarat

અમદાવાદમાં પરિણીતાની વિચિત્ર ફરિયાદ : પત્ની પતિને શારીરિક સંબંધ બાંધવાનું કહેતી તો પતિ પરિણીતાને ઢોર માર મારતો અને પછી..

અમદાવાદમાં સતત મહિલાઓ પર અત્યાચાર કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જ્યારે આજે કંઇક એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક પરિણીતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની વ્યથા જાણી તમે પણ હેરાન થઈ જશો. જેમાં ઉત્તરપ્રદેશના કાનપુરની પરિણીતા દ્વારા તેના પતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ ફરિયાદ મુજબ પરિણીતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેનો પતિ શારીરિક સંબંધ બાંધતો નહોતો અને તેના પર અવારનવાર અત્યાચાર કરતો રહેતો હતો. આ સિવાય મહિલા દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે, તેનો પતિ પિયરથી રૂપિયા લઈ આવવા માટે અવારનવાર તેના પર દબાણ પણ કરતો હતો.પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મૂળ ઉત્તરપ્રદેશની મહિલા દ્વારા વર્ષ 2018 માં સાબરમતીમાં રહેનાર યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. થોડો સમય સારો રહ્યા બાદ નાની-નાની વાતમાં તેની સાથે તે ઝઘડો કરવા લાગ્યો હતો. તેના કારણે તે જાન્યુઆરી 2020 માં તેના પિયર પણ ચાલી ગઈ હતી.

તેમ છતાં સમાજના વડીલો અને પરિવારના લોકોના સમજાવ્યા બાદ ફેબ્રુઆરી 2020 માં પરિણીતાને લઈને તેનો પતિ અમદાવાદ પરત આવી ગયો હતો. તેની સાથે વડીલો અને પરિવારજનોને પતિ એ પણ બાંહેધારી આપી હતી કે, હવે પાસે તેના પર અત્યાચાર ગુજારશે નહીં.જયારે આ સમજાવટ બાદ પણ બન્ને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. ફરિયાદ મુજબ, પતિ અવારનવાર પરિણીતાને ત્રાસ આપતો રહેતો હતો. તેને પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે દબાણ પણ કરતો હતો.

પરિણીતા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, “જ્યારે તેમણે મારા માતા-પિતા પાસે રૂપિયા માંગ્યા તો મેં તેમને જણાવ્યું હતું કે, તમારે આ બધુ લગ્નના પહેલા કરવાની જરૂરીયાત હતી. ત્યાર બાદ મારા પતિને વધુ ગુસ્સો આવી ગયો અને મને માર મારવાનું શરુ કરી દીધું અને તે દરમિયાન મારા સાસુ-સસરા બચાવવા માટે દોડી આવ્યા હતા.

જ્યારે આ મામલામાં પરિણીતા દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરતા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, “ફેબ્રુઆરી 2020 બાદ અમારી વચ્ચે પતિ-પત્ની જેવા સંબંધો બંધાયા નહોતા. દરેક વખતે હું મારા પતિને શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરતી પરંતુ મારો પતિ મને ઢોર માર મારતો હતો.એવામાં જ્યારે પરિણીતાના માતા-પિતા આવ્યા ત્યારે પણ પતિએ તેમની સાથે પણ ખરાબ વર્તન કર્યું અને પરિણીતા પર જુલમ આચર્યો હતો. તેનાથી અંતે કંટાળીને પરિણીતાને પોલીસને ફોન કરી દીધો અને હિંસાનો કેસ દાખલ કરી દીધો હતો.