AhmedabadCrimeGujaratMadhya Gujarat

અમદાવાદમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસને દોડાવી દોડાવી ને માર્યા

અમદાવાદ શહેરમાં પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડાના મુઢિયા ગામમાંથી એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક બુટલેગર દ્વારા પોલીસ રસ્તા પર દોડાવી-દોડાવી માર મારવામાં આવ્યો છે. જેના લીધે ચકચાર મચી ગયો છે.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, નરોડા વિસ્તારમાં સુરેશ નામના પોલીસકર્મી પર બુટલેગર દ્વારા હથોડા જેવા હથીયારથી ભયંકર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બુટલેગર અનિલ અને સંજય સહિત 15 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે આ ઘટના બાદ નરોડા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આરોપી હજુ પણ ફરાર રહેલો છે.

નોંધનીય છે કે સુરેશ મુઠીયા નામના પોલીસકર્મી નરોડાના મુઢિયા ગામ પ્રોહિબિશન આરોપીને પકડવા માટે ગયા હતા. તે દરમિયાન મામલો વધુ ગરમાયો હતો. આ મામલામા બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત કેટલાક લોકો દ્વારા બંને પોલીસને માર મારવામાં આવ્યો હતો. જ્યારે લોખંડના હથોડા જેવા હથીયાર વડે પણ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેનો વિડીયો પણ વાયરલ થઈ ગયો હતો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે પોલીસ ત્યાંથી ભાગી રહ્યા હતા તે દરમિયાન પણ તેમના પર સતત માર મારવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.

તેની સાથે હવે ઘટનાને જોતા અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી તેવું જોવા મળી રહ્યું છે. કેમ કે જાહેરમાં પોલીસ પર બુટલેગરો દ્વારા માર આપવા આવ્યો છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, બુટલેગરોને જાણે કોઈનો ભય ના હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.