AhmedabadGujarat

અમદાવાદમાં ઓફીસમાં કામ કરતી યુવતીએ 11 માળેથી છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું

રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટનાના અમદાવાદના પ્રહલાદનગરથી સામે આવી છે. પ્રહલાદનગરની પાસે આવેલ કોર્પોરેટ રોડ પર આવેલ એક કંપનીમાં કામ કરનાર યુવતી દ્વારા કોઈ કારણોસર આત્મહત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રહલાદનગરમાં આવેલ હાઇરાઈઝ મહિલા કર્મચારી દ્વારા બિલ્ડિંગના 11 મા માળથી નીચે કૂદીને આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવતી દ્વારા પહેલા પોતાના ગળા પર બ્લેડ વડે ઇજા પહોંચાડીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમ છતાં યુવતી પાસેથી સુસાઈડ નોટ મળી આવી નથી. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે.

જાણકારી મુજબ, અમદાવાદના કોર્પોરેટ રોડ પર આવેલી હાઇરાઈઝ બિલ્ડિંગના 11 મા માળેથી યુવતી દ્વારા કુદકો મારીને આત્મહત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળતા જ આનંદનગર પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મરનાર યુવતીનું નામ રૂપાલી શ્રીવાસ્તવ રહેલ છે. આ સિવાય રૂપાલીની સાથે આ કંપનીમાં તેની બહેન પણ કામ કરી રહી હતી. એવામાં 15 દિવસ પછી આજે રૂપાલી ફરીથી નોકરી પર આવી અને થોડા સમય માટે તેને ઓફીસમાં  કામ કર્યું અને પછી તે ચાલી ગઈ હતી.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રૂપાલી દ્વારા કોઈ કારણોસર આત્મહત્યા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કારણ કે તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી પરંતુ આત્મહત્યા કરતા પહેલા ગળા પર બ્લેડ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પરંતુ તે બ્લેડ મારી શકી નહોતી તેના લીધે તેને 11 માં માળથી કુદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેની સાથે હાલમાં રૂપાલીની લાશ પીએમ અર્થે ખસેડીને આ સમગ્ર મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.