);});
AhmedabadCorona VirusGujarat

જો આ જ રેટ રહેશે તો અમદાવાદમાં 15 મે સુધીમાં 50,000 કેસ અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થશે: અમદાવાદ મ્યુનિ.કમિશનર

અમદાવાદ માટે ચિંતાના સમાચાર આવી રહયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 ના મોત થયા છે.નેહરા એ શક્યતા જણાવી છે એ સાંભળીને અમદાવાદીઓ ચોંકી જશે.વિજય નેહરાએ કહ્યું કે, 17થી 20 એપ્રિલમાં અમદાવાદમાં કેસ ડબલ થયા,અત્યારે ચાર દિવસે કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર થાય અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે.

જો કે લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં આ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ રેટ હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે.

વિજય નેહરાએ જણાવ્યું કે હું યુવાનોને હું વિનંતિ કરું છું કે જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને સાચવવાનો વારો આવ્યો છે. તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વીડિયો બનાવીને પણ શેર કરી શકે છે. જે સૌથી સારો વીડિયો બનાવશે તેને હું લોકડાઉન પુરું થયા પછી મળીશ અને કામગીરીને બિરદાવીશ.

અમદાવાદમાં આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. દસક્રોઈના બોપલ અને જેતલપુરમાં બે કેસ આવતાં જિલ્લામાં કુલ 20 પોઝિટિવ કેસ થયા છે. જેમાં દસક્રોઈમાં 15 કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2628 કેસ નોંધાયા છે.