અમદાવાદીઓ ચેતજો ! વેક્સિનના બંને ડોઝ લેનાર લોકોને પણ કોરોના ભડખી રહ્યો છે, જાણો વિગતે…
કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે,દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે.અમદવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કેસનો આંકડો વધતો જ જાય છે.સમાચાર મુજબ કોરોના વેકિસનના બંને ડોઝ લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા બાદ સારવાર માટે દાખલ થયેલ દર્દીના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ ખૂબ જ ઝડપથી સંક્રમિત થઈ રહ્યો છે.૧ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી થયેલા મોતમાં જે લોકોએ કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોય એવા ૧૩ દર્દીના મોત થયા છે.મળતી માહિતી મુજબ,આ એવા દર્દી હતા જેઓ કોરોના સંક્રમણની સાથે બીજી બીમારીથી પીડિત હતા.
આ ઉપરાંત થોડા દિવસો પહેલા એક બેઠકમાં ટાસ્કફોર્સના સર્વે તબીબોએ જણાવ્યુ કે રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણ વધે નહીં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ,સેનિટાઇઝર અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જાગૃતિ રાખવી એ બાબતે પણ જાણ કરી હતી.
રાજ્યમાં હજુ બાકી રહેલ લોકોને ઝડપથી વેક્સિનેશન કરવામાં આવશે,તેમ પણ અપીલ કરાઇ છે,અને આપણી પણ ફરજ બને છે કે વેક્સિન લેવાની બાકી હોય તો ઝડપથી લઈ લો,જેથી કોરોના સંક્રમણ સામે લડત લડી શકાય.