);});
AhmedabadGujaratIndiaNews

અમદાવાદમાં અભયમની ટીમે આ રીતે એક પરિણીતાનો ઘરસંસાર તૂટતો બચાવી લીધો,જાણો આ સમગ્ર મામલો,

નમસ્કાર મિત્રો,તમે પણ જાણો છો કે વહેમની કોઈ દવા હોતી નથી,જો આવું જ કઈ પતિ-પત્ની વચ્ચે જો કોઈ ત્રીજી વ્યક્તિ છે એવો વહેમ પેદા થાય તો શું કરશો ? હા આવો જ કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે.જ્યાં પત્ની પોતાના પતિ સાથે દરરોજ ઝઘડા કરતી હતી.પત્નીને એમ હતું કે મારા પતિ અને જેઠાણી વચ્ચે સંબંધો છે.

આ વાત પર પતિએ ગુસ્સામાં મહિલાને માર માર્યો તો મહિલાએ રાજકોટમાં રહેતી બહેનને ફોન કરીને જાણ કરતા તેમની બહેને મહિલા અભયમને (મહિલા હેલ્પલાઇન) મદદ કરવા જણાવ્યું હતું.બહેને આ સમગ્ર બાબત અંગે મહિલા અભયમને જાણ કરી.

મહિલા અભયમને (મહિલા હેલ્પલાઇન) આ ઘટનાની જાણ થતા મહિલા અભયમ ઘટના સ્થળે પહોંચી હતી,અને તમામની પૂછપરછ બાદ આ બાબતે પત્ની ખોટી રીતે શંકા કરતી હોવાનું સામે આવતા મહિલાને પોતાની ભૂલ સમજાઈ હતી.અંતે મહિલાએ પતિ તેમજ સાસરિયાઓની માફી માંગી હતી.

વધુમાં જણાવીએ તો પતિ જેઠાણીના મોબાઈલ રિચાર્જ કરી આપતા એ વખતે પણ પત્ની શંકા કરતી હતી,આવા નાની-મોટી વાતોમાં ખોટો વહેમ પેદા કરી પતિ-પત્ની બંને વચ્ચે ઝઘડો તો રહેતો હતો.અંતે મહિલા અભયમની (મહિલા હેલ્પલાઇન) ટીમે આ રીતે ઘરસંસાર તૂટતો બચાવ્યો.