અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારની હિના રેસ્ટોરંટમાંથી મંગાવેલ પનીર ભૂરજી ખાદ્યા બાદ માતા-પુત્રને ફૂડ પોઈઝનિંગ થતા ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.સમાચાર અનુસાર જાણવા મળ્યું છે કે પનીર ભુરજીમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો.આ પનીર ભૂરજી ખાનાર પરિવાર નવા વાડજ વિસ્તારમાં રહે છે.
હાલમાં પરિવારે આ મામલે આરોગ્ય વિભાગમાં રેસ્ટોરંટ સામે ફરિયાદ નોંધાવી છે અને આ મામલે તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.આ હિના રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પનીર ભૂરજી પરિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ માતા-પુત્રએ ખાધી જ્યારે બીજો પુત્ર અને પત્ની જમવા બેઠા હતા ત્યારે પનીર ભુરજીના ડબ્બામાં મરેલો ઉંદર જોયા બાદ તેમણે ખાધું નહીં.
જો કે,આ દ્રશ્ય જોયા પછી માતા-પુત્રને ઊલટીઓ થવા લાગી હતી.પછી તો માતા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.વધુમાં જણાવી તો આ તમામ ઘટનાથી પરિવારના સભ્યોને શારીરિક-માનસીક રીતે માનસિક યાતનામાંથી પસાર થવું પડ્યું છે.માટે આ સમગ્ર મામલે જવાબદાર રેસ્ટોરંટ માલિક સામે કાર્યવાહી કરવા અમારી માંગણી છે.’