AhmedabadGujarat

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, નહિ ઉભો રે આ વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસુ આ વર્ષે એકંદરે ખૂબ જ સારું રહેશે. ઓગસ્ટ મહિનામાં પણ જુલાઈ મહિનાની જેમ જ સારો વરસાદ રહેશે. પશ્ચિમ બંગાળમાં એક સાથે ત્રણ ટ્રોપિકલ સિસ્ટમ સર્જાશે. જે અરબસાગર નો ભેજ ખેંચી લાવીને  સમગ્ર દેશમાં વરસાદ લાવશે. આમ વરસાદી સિસ્ટમ ટ્રોપિકલ સિસ્ટમના કારણે 15 ઓગસ્ટ સુધી વરસાદની અસર વર્તાશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, હાલ અરબ સાગરમાં અત્યાર સુધીની સૌથી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે. 20 થી 24 જુલાઈ સુધીના સમય દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અને વધુ એક વહન 24 જુલાઈથી આવશે. તેની અસર મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છના વિસ્તારોમાં તેની જોવા મળશે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 24 તારીખના વહનમાં રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ પડશે જેના કારણે સરદાર સરોવર ડેમમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં પાણી આવશે. જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ આવશે.

નોંધનીય છે કે, અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સાથે જ રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભાવનગર, દાદરા નગર હવેલી, દમણ અને વલસાડમાં આજ રોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ સોમનાથ, અરવલ્લી, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, ખેડા અને આણંદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. તો મોરબી, વડોદરા, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.