AhmedabadGujarat

અંબાલાલ પટેલની આગાહી, બિપોરજોય વાવાઝોડું સક્રિય બનતા ગુજરાતમાં આટલો વરસાદ વરસી શકે

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને મોટી જાણકારી સામે છે. પ્રાપ્ત માહિતી મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ હાલમાં પોરબંદર થી 110 કિલોમીટર દૂર રહેલુ છે. જ્યારે ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર રહેલું છે. જ્યારે આ બિપોરજોય વાવાઝોડું ધીરે-ધીરે આગળ વધવા લાગ્યું છે. સંભવિત વાવાઝોડાના લઈ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2  નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેની સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. દરિયામાં પવનની ગતિ 70 થી 90 કિમી સુધી રહેવાની છે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા રહેલી છે. અરબ સાગર મોટો હોવાના લીધે વાવાઝોડાને લઈને કંઈપણ કહેવું મુશ્કેલ રહેલ છે. 11 થી 14 જૂન ઓમાન તરફ ફંટાતા સમુદ્રના પવનની ગતિ 200 કિમીથી પણ વધારે હોઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે ઉત્તર, પૂર્વ, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક ભાગમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે.

જ્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું થોડા કલાકોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે. ગુજરાતના દરિયા કિનારે 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. બિપોરજોય વાવાઝોડું વધુ ભયાનક બનવાની આગાહી કરવામાં આવી છે. 8 જૂનથી વાવાઝોડું વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે . વાવાઝોડું હાલમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું ઉત્તર ભાગમાં જતા વધુ ભયાનક બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જયારે થોડા કલાક બાદ વાવાઝોડું આક્રમક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા રહેલી છે. તેના લીધે દરિયામાં ભારે પવન જોવા મળી શકે છે. જ્યારે માછીમારોને દરિયો ણ ખેડવાની સખ્ત સુચના પણ આપી દેવામાં આવી છે.