GujaratJamnagarSaurashtra

જામનગરમાં 1 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી એમ્બરગ્રીસ સાથે ઝડપાયો શખ્સ, જાણો… શું છે આ પદાર્થ

જામનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્હેલ માછલીના અતિદુર્લભ સ્પર્મ એમ્બરગ્રીસ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામનાં એક શખ્સને SOGએ ઝડપી પડ્યો છે. જે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારાકા જીલ્લાના ખંભાળીયામાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ પાસેથી એકાદ કરોડની કિંમતનું વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો એટલે કે એમ્બરગ્રીસ મળી આવ્યું છે. આ દ્રવ્ય-વ્હેલ માછલીની ઉલટીની હાલની બજાર કિંમત એક કરોડ રૂપિયા જેટલી થાય છે.

SOGએ આ આરોપી વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધી આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવા માટે કવાયત હાથ ધરી છે. જો કે જામનગરમાં વ્હેલ માછલીના એમ્બરગ્રીસ સાથે મળી આવ્યો હોવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. SOG એ આ મામલે FSLમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યું છે અને આ કેસમાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અરવિંદગીરી નામના શખ્સને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, વ્હેલ માછલીની ઉલ્ટી એમ્બરગ્રીસથી પરફ્યુમ-સ્પ્રે બનાવવામાં આવે છે, અને તેનો સુગંધિત વસ્તુઓમાં પણ ઉપયોગમાં કરવામાં આવે છે. જો કે આ માછલીની ઉલટીનો પરફ્યુમમાં એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આનાથી પરફ્યુમની સ્મેલ લાંબો સમય ટકી રહે છે. આ એમ્બરગ્રીસનો ફ્રેન્ચમાં અર્થ ગ્રે એમ્બર થાય છે. ભૂતકાળમાં કેટલીક સંસ્કૃતિઓમાં આ વસ્તુનો ઉપયોગ ખોરાક, આલ્કોહોલિક પીણાં અને તમાકુને સ્વાદ આપવા માટે થતો હોવાનું જણાવવામાં આવે છે, જો કે હાલમાં તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હોય છે.

વ્હેલ માછલીની ઉલટી અમ્બરગ્રિસ તરીકે પણ ઓળખાય છે. આ એક એવો પદાર્થ છે, એમ્બરગ્રીસએ એક મીણ જેવું પદાર્થ જેવું જ છે, જેનો સંરક્ષિત સ્પર્મ વ્હેલના પાચન તંત્રમાંથી ઉદ્દભવ થાય છે. તાજી રીતે પસાર થયેલ એમ્બરગ્રીસ એ આછો પીળો રંગનો પદાર્થ છે અને તે ચરબીયુક્ત હોય છે, પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તે મીણ જેવું બને છે.

વ્હેલ માછલીની ઉલટીનો ઉપયોગ પરફ્યુમ બનાવવામાં થાય છે અને તેનો સપ્લાય ઓછો મળે છે જેના કારણે તેની ભારે માંગ હોય છે ત્યારે ઓછા સપ્લાયને કારણે આ વ્હેલની ઉલટી કરોડો રૂપિયામાં વેચાય છે. જેના કારણે તેને તરતા સોના તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. જેની શુદ્ધતા અને ગુણવત્તાના આધારે તેની કિંમત 1થી 2 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોવાનો અંદાજ માનવામાં આવે છે.

હાલમાં દુનિયાના લગભગ 40 દેશોમાં આ વ્હેલ માછલીના એમ્બરગ્રીસના વેપાર અને વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે, આ એમ્બરગ્રીસ મુખ્યત્વે ગુજરાત તથા અન્ય રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મળી આવે છે,જેના કારણે તેનો વેપાર થતો હોવાનું સામે આવતું રહે છે. ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની જોગવાઈઓ હેઠળ તેને ગેરકાયદેસર માનવામાં આવે છે. ત્યારે હાલમાં SOG એ જામનગરમાં ખંભાળિયાના શખ્સને એમ્બરગ્રીસ જેવા પદાર્થ સાથે ઝડપી પાડી FSL માં મોકલી આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે