AMC નો મોટો નિર્ણય: હવે અમદાવાદમાં સીટી બસ(AMTS) માં આ ઉંમર ના લોકો મફત મુસાફરી કરી શકશે
હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત AMTS બસોમાં 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ભાડું લેવામાં આવશે નહીં. આ સાથે જ કોરોનાના કારણે તેમના માતા-પિતા ગુમાવનાર શાળાના વિદ્યાર્થીઓને આખા વર્ષ માટે મફત મુસાફરી પાસ આપવામાં આવશે.ગુરુવારે મંજૂર થયેલા AMTSના 2022-23ના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી છે.
AMTSનું આ બજેટ રૂ.536.14 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. એએમટીએસના મેનેજર દ્વારા તાજેતરમાં રૂ. 529.14 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પરિવહન સમિતિ દ્વારા રૂ. 7 કરોડનો વધારો કરવામાં આવ્યો હતો.મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં મંજૂર કરાયેલા બજેટમાં એએમટીએસના ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ કોરોનાને કારણે તેમના માતા-પિતા ગુમાવ્યા છે તેમને આખા વર્ષ દરમિયાન AMTS બસમાં મફત મુસાફરીના પાસ આપવામાં આવશે.
તેમજ મ્યુનિસિપલ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે ભાડું ચૂકવવું પડશે નહીં. આવા બાળકોને ફ્રી પાસ આપવામાં આવશે. આ ઉપરાંત 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પણ મફત પાસ આપવામાં આવશે. અગાઉ વરિષ્ઠ નાગરિકો માટે આ વય મર્યાદા 75 વર્ષથી વધુ હતી. એએમટીએસના નવરંગપુરા ખાતે બસ ટર્મિનસના વિકાસ માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત મેમનગર ટર્મિનસ ખાતે રોડ અને આરસીસી માટે એક કરોડ, હાટકેશ્વર બસ સ્ટેન્ડ ખાતે સ્ટાફ અને જાહેર શૌચાલય તૈયાર કરવામાં આવશે. AMTSનું આ બજેટ રૂ.536.14 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. એએમટીએસના મેનેજર દ્વારા તાજેતરમાં રૂ. 529.14 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પરિવહન સમિતિ દ્વારા રૂ. 7 કરોડનો વધારો કરવામાં આવ્યો હતો.