AMC એ ડી-માર્ટ સહિતના મોલ બંધ કરાવ્યા અને કહ્યું મોલ દ્વારા હોમ ડિલિવરી થશે, પણ જાણો હોમ ડિલિવરી થાય છે કે નહીં
ગુજરાત દેમજ દેશભરમાં કોરોના વાયરસના કેસ વધવા લાગતા પીએમ મોદીએ રાતોરાત દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. રાત્રે જ લોકોએ દુકાનો તરફ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા દોટ મૂકી હતી. આજે લોકડાઉં નો પાંચમો દિવસ છે અને હવે અમુક શાકમાર્કેટ પણ બંધ કરાયા છે.મોલ માં ભીડ જમા થતી હોવાથી હવે મોલ પણ બંધ કરી દેવાયા છે.
જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓ જેવી કે અનાજ-કરીયાણાની દુકાનો-મોલ ખુલ્લા રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિલાયન્સ, ડી- માર્ટ, ઓશિયા અને બિગ બજાર જેવા કુલ 36 જેટલા સ્ટોર બંધ કરવા આદેશ આપ્યો છે. આ સ્ટોર હવે માત્ર હોમ ડિલિવરી જ કરી શકશે.મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે અને દરેક સ્ટોર/મોલ ના મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે.
પરંતુ કેટલાય લોકોની ફરિયાદ આવી રહી છે કે મોલ દ્વારા કોલ ઉપાડવામાં આવતો નથી અથવા સરખો જવાબ આપવામાં આવતો નથી.ડી-માર્ટ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે જો 25,000 રૂપિયાની વસ્તુઓ ખરીદશો તો જ હોમ ડિલિવરી થશે. એનો મતલબ કે દરેક સોસાયટીએ મળીને વસ્તુઓ ખરીદવી પડે.
25મી માર્ચથી દેશભરમાં લોકડાઉન છે પરંતુ એ પહેલાથી ગુજરાતમાં લોકડાઉન છે. લોકોને બહાર નીકળતા રોકવા અને કોરોનાનો ચેપ વધારે ન વકરે તે માટે તંત્ર ખડેપગે છે. પોલીસ પણ પૂરતી સાવચેતી રાખી રહી છે. ગુજરાતમાં લોકડાઉન ના નિયમનો ભંગ કરવા બદલ અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.