અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે આ પાંચ જગ્યાએ શાકભાજીના હોલસેલ માર્કેટ ખોલવામાં આવશે..
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ દેશમાં બીજા નંબરના સૌથી વધારે કેસ છે.ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે કેસ ઓછા થવાનું નામ લેતા નથી.રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ છે.ગુજરાતમાં દરેક જીલ્લા સુધી કોરોનાના કેસ ફેલાઈ ગયા છે.અમદાવાદમાં નવા નીમાયેલા કમિશનર ગુપ્તા દ્રારા અમદાવાદમાં એકદમ કડક કરી દેવામાં આવ્યું છે અમદાવાદમાં દૂધ અને દવા સિવાય દરેક વસ્તુય પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અહી શાકભાજી અને જીવનજરૂરિયાતના કરીયાણા પર પણ પ્રતિબંદ છે.તંત્ર પોતાના થી બનતા તમામ પ્રયતનો કરી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક બદલાવ અને નિયમો લાગુ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના લોકો ને 15 મેથી લોકોને શાકભાજી અને ફળફળાદિ સરળતાથી મળે તે માટે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાંચમી સમીક્ષા બેઠક મળી હતી અને આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની સાથે જુદા જુદા ઝોનના દરેક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પણ ઉપસ્થિત રહ્યાં હતા. અહી ઉલ્લેખનીય છે કે APMCના ,અધિકારી અને સ્થાનિકો સાથે વાતચીત બાદ શહેરમાં જ પાંચ જગ્યાએ હોલસેલ માર્કેટ શરૂ કરવાનો અને નરોડા ફ્રુટ માર્કેટ પણ ફરીથી શરૂ કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં લેવામાં આવેલા આ નિર્ણયોમાં પણ ખાસ પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે.એમાં પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 15મેથી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.અહી ઉલ્લેખનીય છે કે તેમને ફાળવેલા વોર્ડમાં નિશ્ચિત કરેલા સમય મુજબ ખુલ્લા રાખી શકશે.
તમને જણાવી દઈએ કે વેપારીઓ શાકભાજી અને ફળફળાદી હોલસેલમાં મેળવી શકે તે માટે રિવરફ્રન્ટ પાસે આવેલા જ ગુજરી બજાર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, AEC ગ્રાઉન્ડ (દૂરદર્શન પાછળ, બોડકદેવ), જેતલપુર APMC માર્કેટ અને ડુંગળી-બટાકા માટે વાસણા APMC માર્કેટ આ મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે ખેડૂતો સવારે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જેતલપુર APMC માર્કેટમાં શાકભાજી વેચી શકશે અને સવારે 7થી 10 વાગ્યા સુધીમાં અમદાવાદના હોલસેલના વેપારીઓ આ પાંચ માર્કેટમાં અમદાવાદના વેપારીઓ, લોડીંગ રિક્ષા અને લારીવાળાને વેચાણ પણ કરી શકશે. સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે છૂટક ગ્રાહકોને કોઈ હોલસેલ વેપારી કે ખેડૂતો સીધે સીધું નહિ વેચી શકે.