બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરતે ફરી એકવાર મહેકાવી માનવતા
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરત ખાતેથી વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા 42 વર્ષની ઉંમરના દયાનંદ શિવજી વર્મા બ્રેઈન ડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ ડોનેટ લાઈફના માધ્યમથી દયાનંદના લીવર,હૃદય, કિડની અને આંખોનું દાન કરી છ લોકોને નવજીવન આપીને માનવતાની મહેકાવી ફેલાવી છે. મુંબઈના બોરીવલીમાં વસવાટ કરતા 66 વર્ષની ઉંમરના વ્યક્તિમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અને અમદાવાદની હોસ્પિટલમાં બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. હૃદય, કિડની અને લિવરને સમયસર હવાઈ માર્ગે મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા મૈત્રેય મલ્ટી સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના સમગ્ર રસ્તામાં બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ ભરૂચના હાંસોટ તાલુકામાં વસવાટ કરતા દયાનંદ વર્મા ખરચ ખાતે આવેલ જી.એસ.એફ.સી. ફાયબર યુનિટની કોલોનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી હતો. 12 જૂનના રોજ દયાનંદ વર્મા સવારના સમયે બાથરૂમમાં પડી ગયો હતો. જેના કારણે તે બેભાન થઇ ગયો હતો. જેથી દયાનંદ સાથે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરનાર અજયકુમાર સિંગ અને દયાનંદનો પુત્ર દયાનંદને સારવાર માટે કોસંબા ખાગે આવેલ એપેક્ષ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં CT સ્કેન રિપોર્ટમાં સામે આવ્યું મેં દયાનંદને બ્રેઈન હેમરેજ થયું છે. ત્યારે 13 જુનના રોજ પરિવારજનોએ દેવાનંદને વધુ સારવાર માટે સુરત ખાતે આવેલી મૈત્રેય મલ્ટી સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. જૈનીલ ગુરનાનીની સારવાર હેઠળ એડમિટ કર્યો. ત્યારે ન્યુરોસર્જન ડૉ. જૈનીલ ગુરનાની, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અલોક શાહ તેમજ મેડિકલ એડમીનીસ્ટ્રેટર ડૉ.પ્રણવ ઠાકર તથા ડૉ. બ્રિજેશ મોરડિયાએ 14 જુનના રોજ દયાનંદને બ્રેનડેડ જાહેર કર્યો હતો. ન્યુરોસર્જન ડૉ. જૈનીલ ગુરનાનીએ દયાનંદના બ્રેન્ડેડ થવાની જાણકારી ડોનેટ લાઈફને ફોન કરીને આપી હતી. ત્યારે ડોનેટ લાઈફની ટીમ તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચી અને ત્યાં હાજર દયાનંદની પત્ની શાંતિદેવી, પુત્ર રવિકુમાર અને તેમના સાથી કર્મચારીને અંગદાન અંગેનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયાથી અવગત કર્યા હતા. સમજાવી. દયાનંદના પરિવારજનોએ દયાનંદના અંગોનું દાન કરવા માટે સંમતિ આપી હતી.
નોંધનીય છે કે, પરિવારજનોએ અંગદાનની સંમતિ આપ્યા પછી તરત જ SOTTOનો સંપર્ક કરીને અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને લીવર અને અમદાવાદની હોસ્પિટલને બંને કિડની ફાળવવામાં આવી. તેમજ મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલને હૃદય ફાળવવામાં આવ્યું હતું. હૃદયનું દાન મુંબઈ ની સર એચ. એન રિલાયન્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું હતું. જયારે લોકદ્રષ્ટી ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ આંખોનું દાન સ્વીકાર્યું હતું.