DelhiIndia

અમિત શાહના સ્વાસ્થ્ય ને લઈને સામે આવ્યા મોટા સમાચાર, જાણો વિગતે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સ્વાસ્થ્ય અંગે છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ અફવાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં તેમના સ્વાસ્થ્ય વિશે અલગ અલગ વાતો વહેતી કરવામાં આવી હતી. ટ્વીટર પર કેટલાક લોકોએ તો તહદ જ વટાવી દીધી હતી અને અમિત શાહ ને ગંભીર બીમારીમાં સપડાયેલા હોવાનું લખ્યું હતું. જો કે હવે અમિત શાહ ના સ્વાસ્થ્ય અંગે સમાચાર સામે આવ્યા છે.

અમિત શાહે પોતાના ફેસબુક પેજ પર જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથ, કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા મારા સ્વાસ્થ્ય વિશે ઘણી વાતો કરી હતી. ઘણા લોકોએ ટ્વિટ કરીને મારા મૃત્યુ માટે પ્રાર્થના કરી છે.

દેશ હાલમાં કોરોના જેવા વૈશ્વિક રોગચાળા સામે લડી રહ્યો છે અને દેશના ગૃહ પ્રધાન તરીકે મોડી રાત સુધી મારા કામમાં વ્યસ્ત હોવાને કારણે મેં આ બધા તરફ ધ્યાન આપ્યું નહીં. જ્યારે વાત મારા ધ્યાનમાં આવી ત્યારે મેં વિચાર્યું કે આ બધા લોકોએ તેમની કાલ્પનિક વિચારનો આનંદ માણવો જોઈએ, તેથી મેં કોઈ સ્પષ્ટતા આપી નહીં.

પરંતુ મારા પક્ષના લાખો કાર્યકરો અને મારા શુભચિંતકોએ છેલ્લા બે દિવસથી ઘણી ચિંતા વ્યક્ત કરી છે અને હું તેમની ચિંતાને અવગણી શકતો નથી. તેથી જ હું આજે સ્પષ્ટ કરવા માંગુ છું કે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મને કોઈ રોગ નથી. હિન્દુ માન્યતાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે આવી અફવાઓ આરોગ્યને મજબૂત બનાવે છે. તેથી હું આવા તમામ લોકોને આશા રાખું છું કે તેઓ આ અર્થહીન વસ્તુઓ છોડી દેશે અને મને મારું કાર્ય કરવા દેશે અને તેઓ પોતાનું કાર્ય પણ કરશે.

અમિત શાહે કહ્યું કે,હું મારા શુભેચ્છકો અને પાર્ટીના તમામ કાર્યકરોનો આભાર માનું છું કે તે મારી તંદુરસ્તી વિશે પૂછે છે અને ચિંતા કરે છે.અને જે લોકોએ આ અફવાઓ ફેલાવી છે તેના પ્રત્યે મારા મનમાં કોઈ દુર્ભાવના અથવા દ્વેષ નથી.આપનો આભાર..