BjpElectionIndiaPolitics

ફડણવીસના રાજીનામા પર પત્નીએ ટ્વીટ કર્યું: પલટ કે આઉંગી…મૌસમ જરા બદલને દે

દેવેન્દ્ર ફડણવીસની પત્નીએ ભાવનાત્મક ટ્વીટ કર્યું હતું. ફડણવીસની પત્ની Amruta Fadanvis નું આ ટ્વિટ ત્યારે આવ્યું છે જ્યારે તેના પતિએ મહારાષ્ટ્રના સીએમ પદથી રાજીનામું આપ્યું છે. આ ટ્વીટમાં ગઝલની લાઇનોનો ઉલ્લેખ કરતાં અમૃતા ફડણવીસે લખ્યું છે કે “पलट के आऊंगी शाखों पे खुशबुएं लेकर, खिजा की जद में हूं मौसम ज़रा बदलने दे”

અમૃતા ફડણવીસે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને લખ્યું કે તમે મને જે પ્રેમ આપ્યો છે તેનાથી આ દિવસોમાં હું યાદ રાખીશ. મેં મારી શ્રેષ્ઠ ક્ષમતા માટે મારી ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન કર્યો, આ સમય દરમિયાન મારી એક જ ઇચ્છા હતી કે હું સકારાત્મક પરિવર્તન લાવી શકું. Amruta Fadanvis  તેની ગાયકી અને તેના શો માટે ખૂબ જાણીતી છે. તેઓ ઘણીવાર જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળે છે.

આ પણ વાંચો: ભાજપની ટાઈ ટાઈ ફીસ: બહુમતના ફાંફા ફડતા દેવેન્દ્ર ફડનવીસે CM પદેથી આપ્યું રાજીનામુ

તમને જણાવી દઈએ કે લગભગ 80 કલાકની સરકાર બનવા પછી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે બપોરે 3.30 વાગ્યે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. આ પછી, તેઓ રાજભવન ગયા અને રાજીનામું આપ્યું હતું. ફડણવીસે કહ્યું કે તેમની પાસે બહુમતી નથી, તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે.

અમૃતા ફડણવીસે 23 નવેમ્બરના રોજ ટ્વીટ કરી હતી. 23 નવેમ્બરની જ સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ પછી, અમૃતાએ ટ્વિટ કર્યું, “અભિનંદન દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવાર.”