જૂનાગઢમાં બગીચામાં કામ કરતી વખતે ૧૮ વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત
રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે વધુ એક હાર્ટએટેકની ઘટના સામે આવી છે. જૂનાગઢના માળિયા હાટીના ગડુ ગામમાં 18 વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા તેનું મૃત્યુ નીપજ્યું છે. નારિયેળીના બગીચામાં કામ કરતા દરમિયાન જીગ્નેશ વાજા નામના યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે.
જાણકારી મુજબ, જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામના વતની જિજ્ઞેશ વાજા ચોરવાડ હોલીડે કેમ્પ નજીક આવેલી નાળિયેરની વાડીમાં કામ કરી રહ્યો હતો. આજે સવારના નાળિયેર ઉતારવાનું કામ કરી રહ્યો હતો તે સમયે નાળિયેર લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને હાર્ટએટેક આવતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ CPR આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક જિજ્ઞેશને ચોરવાડ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢના માળિયા હાટીના ગડુ ગામમાં માત્ર 18 વર્ષીય યુવક હોર્ટ એટેકથી મોત થતા સમગ્ર પંથકમાં શોકનું મોંજુ છવાઈ ગયુ છે. એવામાં આવી ઘટના સતત બની રહી છે. જ્યારે આ આજે આવી જ એક ઘટના રાજકોટથી આજે સામે આવી છે. રાજકોટમાં SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મુકતા દરમિયાન હાર્ટએટેક આવતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે, આજે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુકુળમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેના લીધે દેવાંશ અન્ય બે મિત્રો સાથે મળી પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન દેવાંશને છાતીમાં દુખતા તે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ પરિવારના એકના એક દીકરા નું કરુણ મોત નીપજ્યું હતું. તેના લીધે સમગ્ર ગુરુકુળમાં શોકનું મોંજુ છવાઈ ગયું હતું.