GujaratSouth GujaratSurat

માંડવીના ગોદાવરી ગામમાં બોલેરો અને ત્રીપલ સવારી બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણ મિત્રોના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત માંડવી તાલુકાનાં ગોદાવરી ગામથી સામે આવ્યો છે.

માંડવીના ગોદાવરી ગામનાં ત્રણ યુવાન મિત્રોનું બાઈક અને કાર અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, સાયણની કંપનીમાં નોકરી પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા તે સમયે ટોરેન્ટ કંપનીના બોલેરોનાં કાર ચાલક દ્વારા ઘલા પાટીયાથી ટોરેન્ટ પાવર વચ્ચે બાઇકને ટક્કર મારવામાં આવતા ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બંને મિત્રનું સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે ત્રણ યુવાન મિત્રોનું ગોદાવરી ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

જાણકારી અનુસાર માંડવી તાલુકાનાં ગોદાવરી ગામના ત્રણ યુવાન મિત્રો વિપુલ ભાઇ બાબરભાઇ પટેલ  અજીતકુમાર ઉકકડભાઇ ચૌધરી અને કાર્તિક કુમાર જસવંતભાઇ પટેલ સાયણમાં આવેલ એક કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરી રહ્યા હતા. વિપુલ પટેલ બાઈક લઈને નોકરીથી સાયણથી ગોદાવરી પરત આવી રહ્યા હતા. જ્યારે તેમના બાઈક પાછળ અજીત અને કાર્તિક બેઠેલા હતા.

તેની સાથે ઘલા પાટીયાથી બૌધાનના રોડ પરથી તે જઈ રહ્યા હતા તે સમયે ટોરેન્ટ પાવરની કાર ફૂલ ઝડપે આવી રહી હતી. તેના દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવતા ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા. તેના લીધે મોટર સાયકલ ચલાવનાર વિપુલભાઇ બાબરભાઇ પટેલને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત અજીત કુમાર ચૌધરીને માથાનાં ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. આ સિવાય કાતિૅક પટેલને પણ માથાના ભાગમાં તથા બંને પગમાં ગંભીર ઇજા પહોંચતા તેમને સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ટુકી સારવાર બાદ બંને યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.