GujaratMadhya Gujarat

ભૂજમાં ટ્રકે બાઈકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત, રોડ પર પટકાતા બે યુવકના કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ભૂજથી સામે આવ્યો છે.

ભુજના માનકુવા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ભુજ તાલુકાના નગીયારી ગામના બે યુવકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તેમના દ્વારા યુવકોના મૃતદેહને 108 મારફતે પીએમ અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મોકલી દીધા હતા. ત્યાં વહીવટી પ્રક્રિયા બાદ યુવકોના મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આ મામલામાં મૃતકોની દફનવિધિ બાદ માનકુવા દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું જણાવવામાં આવ્યું છે.

પ્રાથમિક જાણકારી મુજબ, આજે સવારના માનકુવા પાસે આવેલ ભૂમિ પેટ્રોલ પમ્પ સામે ટ્રક દ્વારા બાઈકને અડફેટે લેતા બે યુવકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બાઈક પર સવાર ભુજના નાગીયારી ગામના 20 વર્ષીય ઈલિયાસ રફીક પાયા અને 21 વર્ષીય આલ્ફાઝ અલ્લારખા બાફળાનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. તેમના દ્વારા યુવકોના મૃતદેહને 108 મારફતે પીએમ અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.. આ મામલામાં પોલીસ દ્વારા પ્રાથમિક જાણકારીના આધારે તપાસ શરુ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે