વડોદરાના સરીતા ક્રોસિંગ પર બાઈક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત, યુવકનો પગ કપાયો
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડઅકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈરહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.ત્યારે વધુ એક અકસ્માત વડોદરાથી સામે આવ્યો છે.
વડોદરામાં ડભોઇ સરીતા ક્રોસિંગ નજીક બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બાઇક સ્લીપ ખાઇ જતા ચાલકનો પગ કપાઇ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેના લીધે બે કલાક સુધી ભારે ટ્રાફિક સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ડભોઇ સરિતા ક્રોસિંગ ઉપરથી બાઈક લઇ પસાર થઇ રહેલા યુવાનનું બાઈક અચાનક સ્લીપ થઈ જતા યુવાન ગંભીરરીતે રસ્તા પર પટકાયો હતો. તેના લીધે સ્થાનિક લોકો તેની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ દ્વારા એમ્બ્યુલન્સને જાણ કરી યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનની હાલત ગંભીર હોવાની જાણકારી સામે આવી છે.
એવામાં મોડી રાત્રીના અકસ્માત સર્જાતા રોડ ભર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામ હોવાના લીધે પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચવું મુશ્કેલ બન્યું હતું. આ ઘટનાએ ચકચાર મચાવી દીધો હતો. આ મામલામાં ડભોઇ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.