Gujarat

અકસ્માતે પગ છીનવી લીધો પરંતુ હિંમત ના હારી આ યુવતીએ અનેક સિદ્ધીઓ પ્રાપ્ત કરી, તેની સફળતા વિશે જાણીને તમે ચોંકી જશો….

જે વ્યક્તિને સફળતા મેળવવી છે તેઓ કોઈ પણ મુશ્કેલીઓથી લડી શકે છે. જ્યારે પછી કોઈ પણ અડચણ આવે તો તેનો સામનો કરી શકે છે. એવો જ એક કિસ્સો અમે તમારા માટે લઈને આવ્યા છે. એક મહિલા દ્વારા એવું કામ કરવામાં આવ્યું છે તેને લઈને તમે પણ તેની હિંમતની પ્રશંસા કરશો.

પ્રાપ્ત માહિતી મુજબ, સાદીકા મીર નામની આ યુવતી ખેડા જિલ્લામાં રહે છે. આ દીકરી તેના જીવનમાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેના જીવનને આગળ વધાર્યું હતું. સાદીકા મીરને તેના જીવનમાં એક દિવસે એવો દિવસ આવ્યો હતો. એક અકસ્માતમાં તેને ઘણા દિવસો સુધી પથારીમાં જ રહેવું પડ્યું હતું અને આ અકસ્માતના લીધે તેને પગ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, સાદીકા મીર ખુબ જ સામાન્ય પરિવારની દીકરી રહેલી છે. તેના પિતા સિકંદરભાઈ ખેડામાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જયારે તેની માતા પણ લોકોના ઘરે કામ કરીને પરિવારને મદદરૂપ બનતા હતા. આ દરમિયાન સાદીકા મીરને અકસ્માત થયો અને તેમાં તેને પોતાનો પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.

તેમ છતાં સાદીકા મીરે હાર માની નહોતી અને તે રમતગમતના ક્ષેત્રમાં આગળ વધી હતી. ત્યારબાદ આ દીકરીને વર્ષ ૨૦૧૨ માં ખેલમહાકુંભમાં રમવાનો તક મળી અને આ દીકરીએ ગોળા ફેંકમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરી ઈતિહાસ રચ્યો હતો. ત્યાર બાદ સાદીકા મીરએ વર્ષ ૨૦૨૨ માં ડિસ્ક થ્રોમાં અને શોટ પુટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને દેશભરમાં માતાપિતાનું નામ રોશન કર્યું હતું. આ રીતે સાદીકા મીરે સખત મહેનત કરી રમતગમતના ક્ષેત્રમાં આગળ વધીને મેડલ્સ મેળવીને મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. જ્યારે સાદીકા મીર દ્વારા તેમના જીવનમાં ૧૨ ગોલ્ડ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો હતો.