સુરતના ડાયમંડ બુર્સ પાસેના અકસ્માતમાં આઠ માસની બાળકીનું પણ મોત, મૃતાંકનો આંકડો ત્રણ પહોંચ્યો
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના સુરત શહેરથી સામે આવી છે. સુરતના 23 ઓગસ્ટના રોજ ખજોદ ડાયમંડ બુર્સ નજીક એક કાર ડમ્પરની પાછળ ઘૂસી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર, તેની પત્ની, એક બાળકી અને તેના મિત્ર સહિત ચાર જણાને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ઘટનાસ્થળ પર જ મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ મહિલાનાં પતિના મિત્રની મોત નીપજ્યું હતું. હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલી બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ચીખલીથી રાંદેર ઘરે પરત આવતા સમયે ખજોદમાં ડાયમંડ બુર્સ નજીક કાર ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક આઠ મહિનાની દીકરી, પત્ની અને પતિ અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તને સ્થાનિક લોકોની મદદથી કારમાંથી બહાર કાઢી 108 માં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમ છતાં પત્ની ભાવિકા સેવલાનીને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે સાંજે પતિના મિત્ર ઇન્દ્રજીત ટેલરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે હાલમાં ઇજાગ્રસ્ત અમિત સેવલાનીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. તેમના લગ્નને બે વર્ષ જ થયા અને એક અકસ્માતમાં પત્ની અને આઠ મહિનાની દીકરી બંનેને ગુમાવી દીધી છે. અમિત ઓલા કાર કંપનીમાં ડ્રાઇવર રહેલ છે. પરિવાર અને મિત્ર ઇન્દ્રજીત ગુલાબદાસ ટેલર સાથે તેની જ કારમાં ચીખલી ગયેલા હતા. ત્યાંથી પરત ફરતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ મામલામાં અમિત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.