AhmedabadGujarat

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

અમદાવાદ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે અમદાવાદ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં અનેક નવી વિશેષતા જોવા મળી શકે છે. આ વર્ષે અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટનું થ્રીડી મેપિંગ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રથયાત્રાના સમયે થનાર સંપુર્ણ આયોજનનુ ડોક્યુમેન્ટેશન પણ કરાશે. પોલીસ બંદોબસ્ત સ્કીમ તેમજ આયોજન અંતર્ગત હાલ આ ચર્ચા કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. જેમાં ડીજીપી, ઈન્ચાર્જ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અનેક સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે, રથયાત્રામાં સમગ્ર રાજ્યની પોલીસ બંદોબસ્તમાં હોય છે. ત્યારે શૈક્ષણિક સંસ્થા અથવા તો ખાનગી એજન્સી પાસે ડોક્યુમેન્ટેશન કરાવવામાં આવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરીને નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે,ભગવાન જગન્નાથની અમદાવાદમાં નિકળનારી 146મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. 146મી રથયાત્રામાં જે નવા રથમાં નીકળવાની છે તે રથને કલર કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. પુરીમાં ભગવાન જગન્નાથના રથના જેમ જ અમદાવાદ જગન્નાથજીના નવા રથને રંગવામાં આવશે. આ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ થકી રથને સ્પ્રે કલ કરવામાં આવી રહ્યો છે.