મોરબીમાં ફૂલ ઝડપે આવતી કારની અડફેટે આવતા માસૂમ બાળકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.ત્યારે વધુ એક અકસ્માત મોરબી થી સામે આવ્યો છે.
મોરબીના ટંકારાના અમરાપર રોડ પર કાર દ્વારા એક બાળકને અડફેટે લેવામાં આવ્યું હતું. તેના લીધે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલામાં ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ટંકારાના અમરાપર રોડ પર રહેનાર રાયધન વાઘેલા દ્વારા કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના પત્ની પારુલ સહિતના ઘરે હતા અને અઢી વર્ષનો દીકરો રાજેશ ઘરની પાસે રમી રહ્યો હતો. ત્યારે એક ફોરવીલ કાર પૂરઝડપે આવી દીકરા ને અડફેટે લેવામાં આવ્યો હતો તેના લીધે મારો દીકરો રસ્તા પર પટકાયો હતો. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. તે કાર લઈને ટોળ ગામ તરફ ચાલ્યો ગયો હતો.
તેની સાથે પરિવારના સભ્યો દોડી અને દીકરા રાજેશને ગંભીર ઈજા પહોંચતા ટંકારા સરકારી હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબો દ્વારા રાજેશ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં ટંકારા પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.