Bollywood

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અનીતા હસનંદાનીના દીકરાના ફોટો

ટીવીની ફેમસ અભિનેત્રી અનીતા હસનંદાની ક્યારેક નાગિનના અંદાજમાં પોતાના ચાહકોનું દિલ જીતે છે તો ઘણીવાર નેગેટિવ રોલ કરીને પણ પોતાનો અભિનય ચાહકોને બતાવે છે અને લોકોના દિલ પર રાજ કરે છે. ટીવી સાથે સાથે અનીતા શોષીયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર અનીતા પોતાના ચાહકો માટે ફની વિડીયો ક્રિએટ કરતી રહે છે.
 
અનિતા પોતાના પતિ રોહિત રેડ્ડી અને પુત્ર આરવ સાથે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ અનિતાએ તેના પુત્ર આરવનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. અનિતાએ તેના પુત્રના જન્મદિવસની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ફોટો પોસ્ટ કરવાની સાથે અનીતાએ કેપ્શનમાં એક મોટી નોટ પણ લખી છે. અનિતાના પુત્રના જન્મદિવસના ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ હોબાળો મચી ગયો હતો. ફોટા આવતાની સાથે જ અનિતાના ફેન્સ તેને ઘણો પ્રેમ આપી રહ્યા છે. કોમેન્ટ્સમાં લોકો આરવને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અનિતાએ પુત્ર આરવનો જન્મદિવસ પોતાના ઘરે ઉજવ્યો.

તમને જણાવી દઈએ કે 8 વર્ષ પહેલા અનિતાએ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના સાત વર્ષ બાદ અનિતા અને રોહિતને માતા-પિતા બનવાની ખુશી મળી હતી. અનિતાએ 40 વર્ષની ઉંમરે પુત્ર આરવને જન્મ આપ્યો હતો. લોકો અનીતાને માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની પસંદીદા શૈલી માટે પણ ખૂબ પસંદ કરે છે.

ટીવી શો હોય કે પછી કોઈ ઇવેંટ હોય અનીતાની ફેશન સેન્સ અને સ્ટાઈલ અંદાજ હમેશાંથી લોકોને ખૂબ પસંદ આવે છે. કરિયર વિષે જણાવીએ તો અનીતા ઘણા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીમાં રહો હતી. કરિયરની શરૂઆતમાં અનીતાએ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો જો કે એ સમયે અનીતાને જોઈએ એવી સફળતા મળતી નથી, પણ ટીવી પર આવતી સિરિયલથી તેના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવે છે.

ટીવી પર, અનિતાએ કભી સોતન કભી સહેલી, કોઈ અપના સા, કુમકુમ – એક પ્યારા સા બંધન, યે હૈ મોહબ્બતેં, કાવ્યાંજલિ, ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, નાગિન 3 અને નાગિન 4 માં કામ કર્યું છે. જેના માટે અનિતાની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. યે હૈ મોહબ્બતે ટીવી સિરિયલ અનિતાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો છે. આ શો પછી અનિતા દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ. જોકે અનીતાને અહીં નેગેટિવ રોલ મળ્યો હતો. પરંતુ અનીતા તેની એક્ટિંગ અને સ્ટાઈલને કારણે ઘણી પસંદ આવી હતી.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ