×
Advertisement
India

પતિના મૃત્યુના 20 જ મિનિટમાં પત્નીએ પણ છોડી દીધી દુનિયા, અનોખી પ્રેમકહાની

કહેવાય છે કે જયારે આપણે કોઈને સાચો પ્રેમ કરીએ છીએ તો આપણી આત્મા પણ તેમની સાથે જોડાઈ જતી હોય છે. તમે એક બીજાનું દુઃખ પણ અનુભવી શકો છો. પણ આજના સમયમાં આવું થવું એ બહુ અઘરી વાત છે. પણ તમને જણાવી દઈએ કે આજના સમયમાં પણ સાચા પ્રેમ કરવાવાળા આપણી વચ્ચે જોવા મળે જ છે. આજે એવી જ એક વાત અમે તમને જણાવવાના છે. આ વાત છે રાજસ્થાનના જયપુરની પાસે આવેલ એક ગામની. અહીંયા એક વૃદ્ધ દંપતી સાથે જીવ્યા અને એકસાથે જ વિશ્વને અલવિદા કહી ચાલ્યા.

બંનેના અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. પતિ-પત્નીના આ દુનિયામાંથી એકસાથે છૂટા પડવાની ઘટના વિસ્તારમાં અનેક ચર્ચાનો વિષય બની રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૌમુના દેવથલાના બ્રાહ્મણ વિસ્તારમાં રવિવારે સવારે અચાનક તબિયત બગડવાના કારણે 85 વર્ષીય સીતારામ શર્માનું અવસાન થયું હતું. પતિના મૃત્યુથી ચોંકી ઉઠેલી તેની પત્ની 83 વર્ષીય ભંવરી દેવી પણ 20 મિનિટ બાદ મૃત્યુ પામી હતી.

આ ઘટના વિષે વાત કરતા લોકો કહે છે કે, ‘સીતારામ શર્મા પહેલા ટાટાનગરમાં કામ કરતા હતા અને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા પણ ઘડપણને કારણે પછી તેઓ ગામમાં જ રહેવા લાગે છે. ગામના લોકો આ બંને વૃદ્ધના વખાણ કરતા કહે છે કે આ બંને એકબીજાનું ખુબ ધ્યાન રાખતા હતા.

આ કપલનો સ્વભાવ પણ ઘણો મૈત્રીપૂર્ણ હતો. બંનેના મોતને લીધે પરિવારની સાથે ગામમાં પણ ગમગીનીનો માહોલ છવાયો હતો. આખા ગામે વૃદ્ધ દંપતીને અંતિમ વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે દેવથલા ગામના રહેવાસી સીતારામ શર્માના લગ્ન લગભગ 60 વર્ષ પહેલા ઇટાવા ભોપજીના ગોથવાલ કી ધાનીમાં રહેતી ભંવરી દેવી શર્મા સાથે થયા હતા.

સીતારામ શર્મા અને ભંવરી દેવીને ચાર પુત્રો અને બે પુત્રીઓ છે, જેમાંથી બે પુત્રો અપરિણીત છે. વૃદ્ધ દંપતી આ બે પુત્રોના લગ્નને લઈને ચોક્કસપણે ચિંતિત હતા. જો તમારી પાસે પણ આવી જ વાતો હોય તો અમારી સાથે શેર કરો. આ બંનેની લવ સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. આવા જ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.