South GujaratGujaratSurat

સુરતમાં લૂંટરી દુલ્હનનો વધુ એક મામલો, લગ્નના ત્રીજા જ દિવસે થઈ ફરાર

રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી લૂંટેરી દુલ્હન દ્વારા લૂંટી લેવાના કિસ્સામાં વધારો થયો છે. જ્યારે આવો જ એક મામલો સુરતથી સામે આવ્યો છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લગ્નના બંધને બાંધીને બાદમાં 1.35 લાખથી વધુ પૈસા લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હોવાનો મામલો સામે આવ્યો છે. તેના આધારે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હન દલાલ સહિત ના ત્રણને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે રહેનાર 39 વર્ષીય યુવકના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તેમના પરિવાર દ્વારા કન્યાની શોધ હાથ ધરવામાં આવી હતો. આ બાબતમાં સગા સંબંધીઓને વાત કરવામાં આવી હતી. એવામાં ગત જૂન મહિનામાં તેના ઓળખીતા હસમુખ કાકા દ્વારા ડીંડોલીના વિપુલ ડોબરીયા સાથે સંપર્ક કરાવી આપવામાં આવ્યો હતો. વિપુલ અને જ્યોતિ દ્વારા સાથે મળીને સંજના નામની છોકરીનો ફોટો બતાવી તેની સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. તેની સાથે સંજનાના પિતા હયાત ન હોવાના લીધે જ્યોતિને 1.5 લાખ રૂપિયા આપવા પડશે. વિપુલ ડોબરીયા દ્વારા તેની સાથે દલાલી પેટે 20,000 અલગથી પણ આપવા પડશે. તેની સાથે સંજનાને લગ્નમાં એક સોનાનો દાણો અને ચાંદીના છડા તથા બે ચાર જોડી કપડા પણ આપવા પડશે.

ત્યાર બાદ તમામ બાબતો નક્કી કર્યા બાદ  ગત 13. 6. 2024 ના રોજ સાંજના તાપી નદીના કિનારે શંકર ભગવાનના મંદિરે લગ્ન કરવામાં આવતા હતા. લગ્ન બાદ લગ્નનું પ્રમાણપત્ર બનાવવા તમામ ઝોન ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં સંજના ના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન હોવાના લીધે મેરેજ સર્ટિફિકેટ બની શક્યા નહોતા. તેમ છતાં લગ્નના ત્રીજા દિવસે સંજના દ્વારા કહેવામાં આવ્યું કે, મારી દાદી ની તબિયત સારી નથી. તેના લીધે મહારાષ્ટ્રથી સુરત આવી છે. મારે તેમના ખબર અંતર પૂછવા માટે જવું પડશે. તેના લીધે મને મૂકી જાવ. તેના લીધે સંજના સાથે લગ્ન કરનાર યુવક તેને ડીંડોલી સાઈ પોઇન્ટ સુધી બાઈક મૂકી ગયો હતો. તેના પછી સંજનાએ લગ્ન કરનાર યુવકના નાના ભાઈ ના પત્ની ને ફોન કરીને જણાવ્યું હતું કે, હવે હું એ ઘરે આવશે નહીં. ત્યારબાદ લગ્ન કરનાર યુવકને છેતરાયા હોવાની જાણ થતા તેના દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા સંજના, જ્યોતિ અને દલાલ વિપુલ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ અગાઉ કેટલાક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.